સુરત: તા.૧૬ના રોજ શહાદતની રાત તથા તા.૧૭મીએ ‘તાજીયા વિસર્જન’માં સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જાહેર જનતાના હિતાર્થે ટ્રાફિક નિયમન સરળતાથી થઇ શકે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે દિલ્હીગેટથી જુની લાલગેટ, નાનાવટી રોડ, ક્રાઉન ડેરી ચાર રસ્તાથી હોળી બંગલા સુધીના માર્ગ પર કોઇ પણ પ્રકારના વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જે અનુસાર સુરત શહેરમાં શહાદતની રાત પ્રતિબંધિત વિસ્તારમાં એર ઈન્ડિયાથી કોટ-સફિલ રોડ, કરવા રોડ, બેગમપુરા ચોકી થઈ મુંબઈવડ થઈ સહારા દરવાજા સુધીનો માર્ગ બંધ કરેલ છે. જેનો વૈકલ્પિક માર્ગ તરીકે સલાબતપુરા વિસ્તાર તરફ અને ઝાંપાબજાર થઈ દિલ્હીગેટ તથા રિંગ રોડ તરફના માર્ગનો ઉપયોગ કરી શકશે. સાથે સળીયાવાળા માર્કેટથી ટાવર સુધીનો માર્ગ બંધ કરેલ છે. તેનો વૈકલ્પિક રોડ તરીકે સળીયાવાળા માર્કેટથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી રિંગરોડ તરફ જઈ શકાશે.
વિસર્જનના દિવસે તા.૧૭મીના રાત્રીના ૧૨.૦૦ કલાકથી વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી દિલ્હીગેટથી જુની લાલગેટ, નાનાવટી રોડ, ક્રાઉન ડેરી સુધીનો બંન્ને તરફનો આવવા જવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે દિલ્હીગેટથી જુની લાલગેટ, નાનાવટી રોડ, ક્રાઉન ડેરી થઈ રાંદેર તરફ જવા માટે દિલ્હીગેટથી રિંગરોડ થઈ સરદાર બ્રિજ અને ગોટાલાવાડીથી કતારગામ દરવાજા થઈ જીલાની બ્રિજથી જઈ શક્શે. તથા રાંદેર તરફથી સ્ટેશન તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો સરદાર બ્રિજથી રિંગરોડ તથા જીલાની બ્રિજ થઈ રેલ્વે સ્ટેશન જઈ શક્શે.
ક્રાઉન ડેરી ચાર રસ્તાથી વેડ દરવાજા સુધીનો બન્ને તરફનો આવવા-જવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે હોપ પુલ, જીલાની બ્રિજથી કતારગામ-રાંદેર તરફ તે જ રીતે અઠવા રિંગ રોડ તરફ જઇ શકાશે.
હોડી બંગલાથી કતારગામ દરવાજા સુધીનો બન્ને તરફનો આવવા જવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગનો વેડ દરવાજાથી જીલાની બ્રિજનો ઉપયોગ કરી રાંદેર તરફ જઇ શકાશે.