ગુજરાત

gujarat

ETV Bharat / state

27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ધરમપુરમાં સભા ગજવશે - Valsad Dang Lok Sabha seat 2024

કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર અર્થે પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબાર ગઢ કમ્પાઉન્ડમાં સવારે 10:00 વાગે સભા સંબોધશે તે માટેની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસી કાર્યકરો હાલ જોરશોરથી વધુમાં વધુ લોકો સભામાં આવે તે માટે કામગીરી કરી રહ્યા છે.Valsad Dang Lok Sabha seat 2024

27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ધરમપુરમાં સભા ગજવશે
27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ધરમપુરમાં સભા ગજવશે

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 11:09 AM IST

વલસાડ: 26 વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે મતદારોને પોતાની તરફ કરવા માટે બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા પ્રચાર અર્થે સ્ટાર પ્રચારકની યાદીમાં પ્રિયંકા ગાંધીનું નામ જાહેર થયું છે જે બાદ આગામી તારીખ 27 એપ્રિલના રોજ પ્રિયંકા ગાંધી ધરમપુરમાં સભા ગજાવશે.

26 લોકસભા બેઠકો પર ધરમપુર વિધાનસભા ક્ષેત્ર સૌથી વધુ નિર્ણાયક બનશે: વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ધરમપુર વિધાનસભા બેઠકના મોટાભાગના મતદારો વચ્ચે આનંદ પટેલ દ્વારા પાર્થ તાપી રીવર લિંક પ્રોજેક્ટના વિરોધ માટે રેલી, ડ્રાઇવરોના કાળા કાયદા માટે વિરોધ રેલી તેમજ જંગલ જમીનના કાયદા માટે વિરોધ રેલી કરી લોકોની વચ્ચે જઈને ન્યાય માટેની ગુહાર લગાવી હતી. તે માટે મોટાભાગના લોકો તેમના સહયોગમાં હાલમાં રહ્યા છે. હાલમાં ધરમપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોના મતદાન દ્વારા જ મહત્વનો નિર્ણય ચૂંટણીમાં રહેશે.

ધરમપુરના નેતાઓ શાખની દાવ ઉપર છે:આદિવાસી નેતા અનંત પટેલે સૌથી વધુ ધરણા પ્રદર્શન રેલીઓ આવેદનપત્ર જેવા કાર્યક્રમો ધરમપુરમાં યોજ્યા છે. એટલું જ નહીં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખનું ગામ પણ ધરમપુર છે. મહામંત્રી પણ ધરમપુર નજીકના બારોલીયા ગામના વતની છે. ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા ગામ કચિગામના છે. સાથે જ ભાજપના લોકસભાના સંયોજક પણ ધરમપુરના બારોલીયા ગામના વતની છે. ત્યારે આ તમામની શાખ હાલ દાવ ઉપર લાગી હોય તેવું જણાઈ રહ્યું છે.

વલસાડ જિલ્લામાં પાંચ વિધાનસભામાં અને નગરપાલિકામાં ભાજપનો ભગવો છે: વલસાડ જિલ્લાની વલસાડ ધરમપુર પારડી ઉમરગામ અને કપરાડા વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાયો છે. સાથે જ તમામ નગરપાલિકાઓમાં પણ ભાજપનો ભગવો છે. એવા સમયમાં ભાજપના ગઢમાં પ્રચાર અર્થે પ્રિયંકા ગાંધી વલસાડ લોકસભા બેઠક ઉપર આવી રહ્યા છે. ત્યારે તેમની સભા મતદારોને આકર્ષવા માટે કેટલી સાર્થક રહેશે એ તો સમય બતાવશે.

ધરમપુર અને કપરાડામાં અનંત પટેલની પકડ મજબૂત: જોકે હાલ આદિવાસી બહુલક વિસ્તાર ગણાતા ધરમપુર અને કપરાડા ઉપર અનંત પટેલનું પાસું અને પકડ મજબૂત જણાઈ રહી છે. જેને લઇને ભાજપના કાર્યકર્તાઓએ પણ કમર કસી છે. ભાજપ દ્વારા પણ અબકી બાર 400 પારના નારા લગાવવામાં આવી રહ્યા છે. જોકે ખરેખર આ નારાઓ કેટલા સાર્થક થશે એ તો મત પેટી ખુલ્યા બાદ જ બહાર આવશે.

અનંત પટેલની છાપ એક અગ્રેસિવ નેતા તરીકેની છે: આદિવાસી ક્ષેત્રના સ્થાનિક કક્ષાના પ્રાણ પ્રશ્નોને નજીકથી જોયા બાદ તેના માટે લડત ચલાવવી લોકોની વચ્ચે જઈ ખૂબ સામાન્ય માણસની જેમ તેમની સાથે રહેવુ, બેસવુ અને તેમને સમજવા અને લોકોની સંવેદના સમજવીએ તમામ ગુણો સાથે આદિવાસી ક્ષેત્રમાં લોકપ્રિયતા ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર અર્થે 27 તારીખ શનિવારના રોજ પ્રિયંકા ગાંધી સભા ગજવવા ધરમપુર પહોંચશે.

વધુમાં વધુ લોકો સભામાં આવે એ માટે કોંગ્રેસ કાર્યકરો સક્રિય: પ્રિયંકા ગાંધીની સભામાં વધુમાં વધુ લોકોને લાવવામાં આવે એ માટે કોંગ્રેસી કાર્યકરો પણ અત્યારથી જ સક્રિય થઈ ગયા છે. ધરમપુર, કપરાડા, આહવા, ડાંગ, વાંસદા, વલસાડ, પારડી અને ઉમરગામ ક્ષેત્રમાંથી લોકોને તેમની સભામાં લાવવા માટે હાલથી જ કવાયત શરૂ થઈ ગઈ છે.

આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર જ્યાં હાલ ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે એ વિસ્તારમાં અનંત પટેલના પ્રચાર અર્થે પ્રિયંકા ગાંધી સભા ગજવશે.

  1. સરદાર પટેલન પરના નિવેદનને લઈને કંગનાને લીગલ નોટિસ, જાણો માફી નહીં માંગશે તો શું થશે? - Kangana statement
  2. ગુજરાતના સ્થાપના દિને વડાપ્રધાન રાજ્યની 2 દિવસીય મુલાકાતે, 14 લોકસભા બેઠક પર પ્રચારનું 'વાવાઝોડું' ફુંકાશે - Loksabha Election 2024

ABOUT THE AUTHOR

...view details