સુરત:રાષ્ટ્રપતી દ્રોપદી મૂર્મુ પહેલી વખત ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ સુરત, વલસાડના ધરમપુર અને મોરબીના ટંકારા સ્થિત કાર્યક્રમો અને સમારોહમાં ભાગ લેશે.
President Draupadi Murmu: રાષ્ટ્રપતી દ્રોપદી મૂર્મુ ગુજરાતની બે દિવસીય મુલાકાતે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
રાષ્ટ્રપતી દ્રોપદી મૂર્મુ પહેલી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. આજે તેઓ સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(SVNIT)માં 20માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ મોરબીના ટંકારા સ્થિતિ ચાલી રહેલા મહર્ષી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજંયતીના સમારોહમાં પણ ભાગ લેશે.
Published : Feb 12, 2024, 11:12 AM IST
રાષ્ટ્રપતી દ્રોપદી મૂર્મુ આજે સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(SVNIT)માં 20માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. મહત્વપૂર્ણ છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 20માં દિક્ષાંત સમારોહમાં 1433 જેટલાં વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે.જેમાંથી 28 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.
આ ઉપરાંત રાષ્ટ્રપતી દ્રોપદી મૂર્મુ મોરબીના ટંકારામાં ચાલી રહેલા મહર્ષી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજંયતીના સમારોહમાં પણ ભાગ લેશે. જ્યારે બીજા દિવસે રાષ્ટ્રપતિ મૂર્મુ વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમની પણ મુલાકાત લેશે.