પ્રિ-સ્કૂલ સંચાલકો અને શિક્ષકોએ CM પટેલને રાખડી મોકલી (ETV Bharat Reporter) રાજકોટ :ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પ્રિ-સ્કૂલ ચલાવતી તેમજ પ્રિ-સ્કૂલ સાથે સંકળાયેલી બહેનો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી મોકલી પોતાની માંગ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
પ્રિ-સ્કૂલ સંચાલકો અને શિક્ષકોની રજૂઆત :રાજકોટમાં પ્રિ-સ્કૂલ ચલાવતી તેમજ પ્રિ-સ્કૂલ સાથે સંકળાયેલી બહેનો દ્વારા અગાઉ પણ જિલ્લા કક્ષાએ તેમજ શિક્ષણ મંત્રી સુધી પોતાની સમસ્યા અને માંગ અંગે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ ઉકેલ ન આવતા હવે બહેનો દ્વારા રાખડી મોકલી મોટા ભાઈ સમાન મુખ્યમંત્રી પાસે ભેટ રૂપે પ્રિ-સ્કૂલને લગતી કનડગતતા દૂર કરવા માંગ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને રાખડી મોકલી પત્ર લખ્યો :બહેનોએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, રક્ષાબંધનના પાવન અવસર પર હું આપની એક પ્રિ-સ્કૂલ સંચાલિકા બહેન અંતરની લાગણી અને પ્રાર્થના કરું છું કે, રજૂઆતના યોગ્ય ઉકેલ લાવવામાં આવે, તથા રક્ષાબંધનની ભેટ તરીકે રસ્તો કાઢવા માંગ કરું છું.
રાજકોટના પ્રિ-સ્કૂલ સંચાલિકા પ્રીતિબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે અમે બહેનો દ્વારા ભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રીને રાખડી મોકલી સાથે પત્ર લખી એક ભેટ માંગી છે. જેમાં અમને પ્રિ-સ્કૂલ ચલાવવામાં પડતી મુશ્કેલી મામલે વિચારણા કરી દૂર કરી આપવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતના મુખ્ય 5 મુદ્દા :
- BU સર્ટિફિકેટ હોય તે મુજબ ચલાવવું અથવા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ માન્ય રાખવું
- 15 વર્ષની લીઝ ડીડ કરવાના નિયમના બદલે 11 મહિનાનો ભાડા કરાર ચલાવવામાં આવે
- વર્ગ દીઠ રૂ. 5,000 આપવા બદલે સ્કૂલ દીઠ રૂ. 5,000 માન્ય રાખવામાં આવે
- સિનિયર KG એટલે બાળવાટિકા પ્રાઈમરી સ્કૂલને આપવા બદલે પ્રિ-સ્કૂલ પાસે જ રહેવા દેવામાં આવે
- પ્રિ-સ્કૂલ પોલિસી NEP અને ECCE ગુજરાત પ્રિ-સ્કૂલ મંડળ સાથે પરામર્શ કરીને બનાવવામાં આવે
- ધારાસભ્ય કિરીટ પટેલની ટેટ-ટાટ પાસ ઉમેદવારોનું અંગ્રેજી ભાષાનું અલગ મેરીટ બનાવવા રજૂઆત
- 'વન ગુજરાત, વન ગુજરાતી, વન વોઈઝ': અમેરિકામાં વસતા ગુજરાતીઓને રોકાણ કરવા આહવાન