ગુજરાત

gujarat

ETV Bharat / state

છેલ્લા 2.5 વર્ષમાં પોરબંદર જિલ્લાવાસીઓએ સાયબર ક્રાઈમમાં 6 કરોડ ગુમાવ્યા, ઓનલાઈન ફ્રોડથી બચવા કઈ સાવચેતી રાખવી જોઈએ ??? - Porbandar News - PORBANDAR NEWS

પોરબંદર ખાતે સાયબર ક્રાઈમ અંગે જાહેર જનતામા જાગૃતતા આવે તે માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક કચેરીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સાયબર ક્રાઈમથી બચવા માટે જરૂરી સૂચનો તેમજ માહિતી પૂરી પાડવામાં આવી હતી. Porbandar News Cyber Crime 6 Crore Only 2 and Half Years Dos and Dont Dos

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 10:29 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

પોરબંદરઃ છેલ્લા 2.5 વર્ષમાં પોરબંદર જિલ્લાવાસીઓએ સાયબર ક્રાઈમમાં 6 કરોડ ગુમાવ્યા છે. તેથી આજે આજ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના હુકમ અન્વયે પોલીસ અધિક્ષક કચેરીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સાયબર ક્રાઈમથી બચવા માટે જરૂરી સૂચનો તેમજ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સમય સૂચકતા વાપરવીઃ આ પ્રેસ કોન્ફરન્સમાં પોરબંદર એસપી ભાગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો કોઈપણ નાગરિક સાયબર ક્રાઈમનો ભોગ બને તો તેણે તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1930 નંબર પર ફોન કરીને જાણ કરી દેવી. તેમજ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર પણ જાણ કરવી જોઈએ. જો સમય સૂચકતા વાપરીને સાયબર ક્રાઈમ અંગે જણાવી દેશો તો પોલીસ સરળતાથી આપના નાણાં પરત અપાવી શકશે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ઓનલાઈન ફ્રોડથી બચવા કઈ સાવચેતી રાખવી જોઈએ ???

01). પીન નંબર, ઓટીપી, સીવીવી, ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિઓને આપશો નહીં.
02). સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા વિચારો.
03). કોઈ કાર્ડ, સીમકાર્ડ વેલીડીટી, કેવાયસી રીન્યુ, બેન્ક ખાતું ચાલુ બંધ કે એક્ટિવ વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો .
04). પાસવર્ડને સુરક્ષિત રાખો નિયમિતપણે બદલો વેબસાઈટમાં “HTTPS” ખાસ જુઓ.
05). ફ્રી લોન, ફ્રી ઇન્ટરનેટ, ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણી લિંક ક્લિક કરશો નહીં.
06). સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપશો નહીં.
07). ફ્રી ગેમ એપ્લિકેશન, ફ્રી ગિફ્ટ, કેસ વાઉચરના નામે આવતી લીંકથી આપનો મોબાઈલ હેક થઈ શકે છે જેથી એ લીંક ક્લિક કરવી નહીં.
08). ચાઈલ્ડ પોનોગ્રાફી મટીરીયલ રાખવું ડાઉનલોડ કરવું શેર કરવું સર્ફિંગ કરવું અપલોડ કરવું એ અપરાધ છે.
09). આપનો મોબાઈલ પાસવર્ડ પ્રોટેક્ટ રાખો અને અજાણી કે જાહેર જગ્યાએ ફોન ચાર્જમાં મુકતી વખતે ધ્યાન રાખો.
10). અજાણી વ્યક્તિ કે વિદેશી ફ્રેન્ડ દ્વારા વીડિયો કોલ દરમિયાન અનૈતિક કે અભદ્ર માંગણી કરવામાં આવે તો તેને સ્વીકારશો નહીં અને આપના માતા-પિતા દ્વારા પોલીસને જાણ કરો.
11). આપના મોબાઈલમાં બેન્કિંગ સંબંધિત એપ્લિકેશન ફિંગર પ્રિન્ટ, પેટર્ન અને પાસવર્ડ લોક સુવીધાનો ઉપયોગ કરી થ્રી સ્ટેપ સિક્યુરિટીથી સુરક્ષિત કરો.
12). પોલીસ , બેન્ક કર્મચારી, કસ્ટમર કે એક્સાઇઝ અધિકારી તરીકે આવતા ફેક કોલ થી સતર્ક રહો તથા અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા ખરાઈ કરો.
13). આપના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ ટુ સ્ટેપ સિક્યુરિટી રાખો.
14). પોલીસ કે બેન્ક કર્મચારી તરીકેની ઓળખ આપી કોઈ ઓટીપીની માંગણી કરે તો ઓટીપી આપશો નહીં અને હંમેશા એ ધ્યાન રાખો કે નાણા લેવા માટે કોઈ ઓટીપી કે લીંક ક્લિક કરવાની જરૂર નથી.
15). મોબાઈલ કેમેરા, ફોનબુક કોન્ટેક્ટ, ગેલેરીના રીડ કે રાઈટ ના એક્સેસ માર્ક થી એપ્લિકેશન અલાઉ કરતા પહેલા તે એપ માટે તેની જરૂરિયાત છે કે કેમ તે ચોક્કસ તપાસો.
16). અજાણી એપ્લીકેશન કે ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ મારફતે નાણાકીય રોકાણ કરતા પહેલા ખરાઈ કરો.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સોશિયલ મીડિયા સંદર્ભે સાવચેતીઃ

  • આપના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરો.
  • પ્રોફાઈલ લોક રાખો.
  • પ્રાયવેસી સેટિંગ્સ અનેબલ રાખો.
  • પર્સનલ માહિતી શેર કરશો નહીં.
  • પાસવર્ડ યુનિક અને રેગ્યુલર બદલતા રહો.
  • અજાણ્યા લોકોને મિત્ર બનાવશો નહીં.
  • આપના મોબાઇલને સિક્યોરીટી બાબતે નીચે મુજબના સૂચનો છે.
  • પાસર્વડ પ્રોટેક્શન.
  • એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો.
  • ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરતા રહેવુ.
  • વિશ્વસનીય સોર્સ પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી.
  • રેગ્યુલર બેકઅપ લેતા રહો.
  • મોબાઈલ ગુમ થાય તો તમામ એકાઉન્ટના પાસર્વડ બદલી લેવા જોઈએ.

સાયબર ક્રાઈમની વિવિધ મોડસ ઓપરેન્ડી

  • ન્યૂડ વીડિયો કોલ ફ્રોડ.
  • ઈન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ.
  • ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ/જોબ ફ્રોડ.
  • બનાવટી લિંક (Fishing Link).
  • ફેક કોલ (vishing call).
  • ઓનલાઈન સેલિંગ પ્લેટ્ફોર્મ ફ્રોડ.
  • સ્ક્રીન શેરીંગ એપ/રીમોટ એક્સેસ ફ્રોડ.
  • કસ્ટમર કેર ફ્રોડ. અજાણી/ અનવેરિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફ્રોડ.

છેલ્લા 2.5 વર્ષમાં પોરબંદર જિલ્લામાં સાયબર ક્રાઈમનો રિપોર્ટ

વર્ષ ગુમાવેલ રકમ પરત અપાવેલ રકમ
2022 1,67,04,447/- 12,69,236/-
2023 3,16,47,124/- 46,51,884/-

2024

(જૂન સુધી)

2,19,51,334/- 26,97,347/
  1. શું તમે ઓનલાઈન સ્કેમ કે સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છો? તો સમયસર ફરિયાદ કરો
  2. 'ભેજાબાજો ભરાયા': 30થી વધુ વકીલોને ઓનલાઈન ફ્રોડનો શિકાર બનાવતા બે ઠગબાજ ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details