પોરબંદર: ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે. ત્યારે ગઈ રાતથી પોરબંદરમાં વરસાદી ઝાપટા શરુ થયા હતા અને આજે વહેલી સવારથી પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
પોરબંદર જિલ્લામાં આજ રોજ વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી - monsoon started in Porbandar - MONSOON STARTED IN PORBANDAR
ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદે આગમન કર્યુ છે. ત્યારે ગત રાતથી પોરબંદર જિલ્લામાં પણ વરસાદી ઝાપટા શરૂ થયા હતા. અને આજે વહેલી સવારે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અંદાજીત એક થી દોઢ ઇંચ વરસાદ થયો હતો., monsoon started in Porbandar
પોરબંદરમાં ધોધમાર વરસાદ (ETV Bharat Gujarat)
Published : Jun 16, 2024, 2:03 PM IST
ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળેલા લોકોએ વરસાદ આવતા રાહતનો હાશકારો અનુભવ્યો હતો. તો પોરબંદર શહેરમાં વરસાદને કારણે રસ્તાઓમાં પાણી ભરાયા હતા અને ચારેય કોર માટીની ભીની સુગંધ પ્રસરી હતી. વાવણી લાયક વરસાદ થતાં પોરબંદરના રાણાવાવ, કુતીયાણા, બરડા પંથક અને ઘેડ પંથકના ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.