ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar Crime : 3300 કિલો ડ્રગ્સ કેસના આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર, સ્થાનિકસ્તરની સંડોવણીની તપાસ શરુ

પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી પકડાયેલા 3271 કિલો ડ્રગ્સનો મામલો હવે તપાસની એરણે ચડશે. એનસીબીએ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતાં. જોકે પોરબંદરની કોર્ટ 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજીર કર્યા છે.

Porbandar Crime : 3300 કિલો ડ્રગ્સ કેસના આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર, સ્થાનિકસ્તરની સંડોવણીની તપાસ શરુ
Porbandar Crime : 3300 કિલો ડ્રગ્સ કેસના આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર, સ્થાનિકસ્તરની સંડોવણીની તપાસ શરુ

By ETV Bharat Gujarati Team

Published : Feb 29, 2024, 4:17 PM IST

પોરબંદર : પોરબંદર ડ્રગ્સ મામલામાં વધુ એક અપડેટ સામે આવ્યું છે. 3300 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યાં હતાં. એનસીબીએ પોરબંદર અદાલતમાં 3271 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ આરોપીઓને રજૂ કરીને આગળની તપાસ હાથ ધરી છે.ગુજરાત અને ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ત્યારે સ્થાનિકસ્તરે કોણ સંડોવાયેલું છે તે બાબત પર તપાસ કેન્દ્રીત કરવામાં આવી રહી છે.

પાંચ દિવસના રિમાન્ડ મંજૂર : પોરબંદર પાસે અરબી સમુદ્રમાંથી પકડાયેલા 3271 કિલો ડ્રગ્સની તપાસ સંદર્ભે એનસીબી દ્વારા પકડાયેલા પાંચ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતાં અને સઘન પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડ માગ્યાં હતાં. જોકે પોરબંદર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલ વસ્તુઓમાં 3089 કિલો ચરસ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિનનો સમાવેશ થાય છે.

સ્થાનિક કક્ષાએ કોની સંડોવણી : પ્રાપ્ત વિગતો અનુસાર હવે એનસીબી દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. આટલા મોટા મામલામાં સ્થાનિક કક્ષાએ કોની સંડોવણી રહી છે તે અંગે વિગતો બહાર આવે તેવી શકયતા જોવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ મુદ્દામાલ ક્યાંથી આવી રહ્યો હતો અને ક્યાં મોકલવામાં આવનાર હતો તેમ જ આ સમગ્ર પ્રકરણમાં ગુજરાતમાં અને ભારતમાં કોણ કોણ સંડોવાયેલું છે તેના નામો બહાર આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. પોતાની તપાસ દરમિયાન એનસીબી આ બાબત પર ફોકસ કરશે.

કોર્ટ ઇન્વેન્ટરી થશે : આ ઉપરાંત આજે સાંજે કોર્ટના જજ પોલીસ સ્ટેશનમાં કોર્ટ ઇન્વેન્ટરી કરશે. સમગ્ર પ્રકરણમાં કોર્ટ પોતાની રીતે પણ તપાસ પર નજર કરશે. ઉલ્લેખનીય એ છે કે ગીર સોમનાથના વેરાવળ ખાતે તાજેતરમાં જ 350 કિલોનો જેટલો ડ્રગ્સ જથ્થો ઝડપાયા બાદ ગુજરાતની સુરક્ષા એજન્સીઓ આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર નજર રાખી રહી હતી. ત્યારે જ ગુજરાત અને ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. આ બાબતમાં પાકિસ્તાન અને ઈરાન બંને પરત્વે શંકાની સોઈ છે ત્યારે મહત્વની બાબત એ બની રહે છે કે આ પ્રકરણમાં સ્થાનિક સ્થળે કોણ સંડોવાયેલું છે તે સત્વરે તપાસમાં ખુલવા પામશે.

  1. Drugs Seized From Porbandar: સમુદ્રમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો મામલો, 5 ઈરાની આરોપીઓને મેડિકલ માટે હોસ્પિટલ લઇ જવાયા
  2. Drugs In Veraval Port: ડ્રગ્સના કાળા કારોબારમાં ઓમાન-જામનગરના અજાણ્યા વ્યક્તિઓ કોણ? સોમનાથ પોલીસે પકડી પાડ્યું 250 કરોડનું ડ્રગ્સ

ABOUT THE AUTHOR

...view details