ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર શહેરમાં રંગોના પર્વની રમઝટ... રાજકીય અગ્રણીઓએ કર્યુ શાનદાર આયોજન, યુવાઓનો પડી ગઈ મોજ - Holi 2024 - HOLI 2024

ભાવનગર શહેર અને જિલ્લામાં ધુળેટી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં કોંગ્રેસના સિંધી સમાજના નેતા દ્વારા રૂપાણી સર્કલ ખાતે જાહેર ખુલ્લુ આમંત્રણ આપીને લોકો માટે ડીજેના તાલ સાથે ધુળેટી રમવા માટેની ગોઠવણી કરવામાં આવી હતી. જો કે જાહેરમાં ધૂળેટી રમવાના કાર્યક્રમમાં રાજકીય ધુળેટી પણ રમાતી નજરે પડતી હતી. ધુળેટી પર્વ નિમિત્તે યુવાન હૈયાઓએ એકબીજાને રંગીને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.

ભાવનગરમાં શહેરમાં રંગોના પર્વની રમઝટ
ભાવનગરમાં શહેરમાં રંગોના પર્વની રમઝટ

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 5:32 PM IST

ભાવનગરમાં શહેરમાં રંગોના પર્વની રમઝટ

ભાવનગરઃશહેરમાં ધુળેટીના પર્વને લઈને ભાવનગરવાસીઓમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે ભાવનગરના કોંગ્રેસના નેતા કમલેશભાઈ ચંદાણીએ જન વિકાસ પરિષદ અંતર્ગત રૂપાણી સર્કલમાં જાહેર જનતા માટે ધુળેટીથી રમવાનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં ભાવનગર શહેરના યુવાન હૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણી સર્કલમાં ડીજેના તાલ સાથે યુવાનોએ અને યુવતીઓએ એકબીજાને ગુલાલથી રંગીને ધુળેટી પર્વની શાનદાર ઉજવણી કરી હતી. સવારે સાત કલાકથી બપોરના એક કલાક સુધી જાહેરમાં આયોજન કરાયું હતું. જેમાં યુવાન હૈયાઓ ડીજેના તાલમાં ડાન્સ કરીને મજા પણ લૂંટી હતી.

હોળીના પર્વમાં ભળ્યો રાજકીય રંગ

રાજકીય ધૂળેટીઃભાવનગર શહેરના રૂપાણી સર્કલમાં જન વિકાસ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેની આગેવાની કોંગ્રેસના નેતા કમલેશભાઈ ચંદાણી કરી રહ્યા હતા. આ સાથે તેમના પત્ની પ્રિયંકા ચંદાણી પણ તેમની સાથે મહિલા કોંગ્રેસમાં જોડાયેલા છે. ત્યારે રૂપાણી સર્કલમાં જાહેર ધુળેટી પર્વને ઉજવણીમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના કર્મચારીઓ પદાધિકારીઓ વગેરેને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સ્ટેજ ઉપર હાલમાં લોકસભાની આવી રહેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહેતા અનેક તર્કવિતર્ક ઊભા થયા હતા.નિમુબેનની સાથે કમલેશભાઈ ચંદાણીના પત્ની પણ સાથે જોવા મળતા રાજકીય ધુળેટી રમવાની પણ ચર્ચા જાગી હતી.

યુવા હૈયાઓને પડી ગઈ મોજ

રંગોનો પર્વઃભાવનગર શહેરમાં શેરી ગલીઓમાં પણ નાના બાળકોથી લઈને મોટા યુવાનોએ ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. જો કે આ વર્ષની ધુળેટી પર્વમાં મોટાભાગે લોકો પાસે ગુલાલ જેવા સાદા કલરો જોવા મળતા હતા. ત્યારે આ વર્ષની ધુળેટી પર્વમાં પાકા કલરનું સ્થાન ધીરે ધીરે ઓછું થતું હોય તેવું નજરે પડતું હતું. શેરી ગલીઓમાં યુવાનો અને યુવતીઓએ એકબીજાને કલરથી રંગીને ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

  1. ગુજરાતનું એ ગામ જ્યાં પેટ્રોલના ભાવે મળે છે પાણી ? ઈટીવી ભારતે જાણી ગામની વાસ્તવિક્તા... - Bhavnagar village water crisis
  2. Loksabha Election 2024: નાનપણ ગરીબીમાં વિતાવનારા દોડવીર નિમુબેન બાંભણીયા હવે બન્યા છે 'રાજકીય દોડવીર'

ABOUT THE AUTHOR

...view details