ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાણવડ પંથકના બરડા ડુંગર નજીક મળ્યા 2 માનવ કંકાલ, FSL ટીમે તપાસ હાથ ધરી - HUMAN SKELETONS FOUND

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં બરડા જંગલ વિસ્તારમાંથી કિલેશ્વર નેશ નજીકથી 2 માનવ કંકાલ મળી આવ્યા. પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં 2 માનવ કંકાલ મળ્યા
દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં 2 માનવ કંકાલ મળ્યા (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 25, 2025, 8:00 AM IST

દેવભૂમિ દ્વારકા:ભાણવડ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાંથી 2 માનવ કંકાલ મળવાની એક ઘટના સામે આવી છે. ગત રોજ ભાણવડ તાલુકાના બરડા જંગલ વિસ્તારમાંથી કિલેશ્વર નેશ નજીકથી 2 માનવ ખોપરી અને માનવ શરીરના હાડકા મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા રાત્રિથી જ SOG, LCB, પોલીસ અને ફોરેસ્ટની ટીમે ડુંગર વિસ્તારમાં ધામા નાખ્યા હતા. બરડા ડુંગરમાં તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં કંકાલ ને લઈ FSL ટીમની તપાસ માટે પહોંચી હતી.

બરડા પાસે 2 માનવ કંકાલ મળ્યા:બરડા વિસ્તારમાંથી કિલેશ્વર નેશ પાસે આંબલીના ઝાડ પર 2 કંકાલ લટકતા મળ્યા હતા. 2 માનવ ખોપરી સહિત આસપાસ તપાસ કરતા બીજા અંગોના હાડકા પણ મળ્યા હતા. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના DYSP હાર્દિક પ્રજાપતિની નિગરાનીમાં FSLની ટીમ આગળની તપાસ કરી રહી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, 6 મહિના અગાઉ ગુમ થયેલા કિલેશ્વર નેશમાંથી 18 વર્ષીય યુવતી મંજુબેન ભીખાભાઈ ચાવડા અને ઢેબર ગામના 20 વર્ષીય યુવક કરશન ભીમા ફુંગાસ હોવાનું જાણવા મળ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં 2 માનવ કંકાલ મળ્યા (etv bharat gujarat)

પરીજનોના DNA સેમ્પલ લેવાયા:બંને કંકાલ મળ્યા હોવાથી પોલીસે તેમના પરીજનોને બોલાવીને તેમના DNA સેમ્પલ લઈ મૃતકની ઓળખ કરાવવાની તેમજ કયા કારણોસર આ ઘટના બની હતી. તેની તપાસ પોલીસે હાથ ધરી હતી. ત્યારે એક સવાલ એ પણ થાય છે કે, 6 મહિનાથી અહી 2 માનવ કંકાલ લટકતા હોય. તો પેટ્રોલિંગ કરતી ફોરેસ્ટ વિભાગને કેમ ધ્યાને ન આવ્યા? આ એક સવાલ થાય છે.

આ પણ વાંચો:

  1. બેટ દ્વારકા સહિતની જગ્યાઓના ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી
  2. તંત્રની મેગા ટીમ સાથે દ્વારકામાં મેગા ડિમોલિશન, ગેરકાયદે બાંધકામો અને ધાર્મિક સ્થળો પર ફરી વળ્યું બુલડોઝર

ABOUT THE AUTHOR

...view details