ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના દેસરા ગામેથી ગેરકાયદે 'ઈ સિગારેટ'નું વેચાણ કરતો વેપારી ઝડપાયો, 32 હજારની ઈ સિગારેટ કરી જપ્ત - The case of selling e cigarettes

નવસારીના બીલીમોરા ખાતે જનરલ સ્ટોર ની આડમાં હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી નું વેચાણ કરતા શખ્સને નવસારી એસ SOG પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે અલગ અલગ સિગારેટ ના 32 હજાર રૂપિયાનો જથ્થો કબજે કર્યો. The case of selling e-cigarettes

આરોપી દુકાનદાર 20 વર્ષીય ફય્યાઝ હિંગોરાની ધરપકડ કરી
આરોપી દુકાનદાર 20 વર્ષીય ફય્યાઝ હિંગોરાની ધરપકડ કરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 3, 2024, 10:14 AM IST

નવસારીના બીલીમોરા ખાતે જનરલ સ્ટોર ની આડમાં હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી નું વેચાણ કરતા શખ્સને નવસારી એસ SOG પોલીસે ઝડપી પાડ્યો (ETV bharat Gujarat)

નવસારી: બીલીમોરા શહેરમાં દેસરા વિસ્તારની એક જનરલ સ્ટોરમાં પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટ વેચતા વેપારીને નવસારી SOG પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે દુકાનમાંથી અલગ અલગ ૩૨ હજારની વોર્નિંગ વિનાની ઈ સિગારેટ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.

હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી ઈસિગારેટનું વેચાણ કરતા શખ્સને નવસારી એસ SOG પોલીસે ઝડપી પાડ્યો (ETV bharat Gujarat)

ફય્યાઝ હિંગોરાની ધરપકડ :નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ બીલીમોરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં માટે ગઈ હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, બીલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલ સાકરીવાલા જનરલ સ્ટોરમાં ભારતમાં પ્રતિબંધિત અને વોર્નિંગ વિનાની વિદેશી 'ઈ સિગારેટ' વેચાઈ રહી છે. જેના આધારે SOG ની ટીમે સાકરીવાલા જનરલ સ્ટોરમાં છાપો મારતા, દુકાનમાંથી 32 હજાર રૂપિયાની પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી દુકાનદાર 20 વર્ષીય ફય્યાઝ હિંગોરાની ધરપકડ કરી હતી. આરોપી ફય્યાસની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે, સુરતના મોઈને આ પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટનો જથ્થો તેને પહોંચાડ્યો હતો. પોલીસે મોઈનને વોન્ટેડ જાહેર કરી બીલીમોરા પોલીસ મથકમાં 'ધ પ્રોહિબિશન ઓફ ઈ સિગારેટ એક્ટ' હેઠળ ગુનો નોંધાવ્યો હતો. વધુ તપાસ માટે આરોપી ફય્યાઝ હિંગોરાને બીલીમોરા પોલીસને સોંપવામાં આવ્યો છે.

સિગારેટ પીવાનો ક્રેઝ: નવસારી જિલ્લાના યુવાનોમાં સિગારેટ પીવાનો ક્રેઝ જોવા મળે છે. જેમાં સિગારેટનું વેચાણ કરતા દુકાનદારો ઘણીવાર પ્રતિબંધિત ઈ સિગારેટ પણ ચોરી છુપી વેચતા હોય છે. ત્યારે જિલ્લાની આવી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણી દુકાનોમાંથી સિગારેટ મળી આવે એવી ચર્ચાઓ પણ શહેરમાં વેગવંતી બની છે.

તપાસ દરમિયાન સિગારેટનો જથ્થો મળ્યો: નાયબ પોલીસ અધિક્ષક વી.એન. પટેલ નવોએ જણાવ્યું હતું કે, બીલીમોરા ખાતે 20 વર્ષીય ફય્યાઝ હિંગોરાની દુકાનમાં હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટનું વેચાણ કરી રહ્યો હતો, જે આધારે નવસારી એસઓજી પોલીસે તેની દુકાનમાં તપાસ કરતા કુલ 16 ઈ સિગારેટ મળી આવી, જેની કિંમત 32 હજાર રૂપિયા થાય છે. આ માલનો કબજો મેળવી પોલીસે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  1. સુરતમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં GST વિભાગના દરોડા, 40 કરોડથી વધુની કરચોરી સામે આવી - GST department raids
  2. પોરબંદરમાં સીલનો સિલસિલો અકબંધ: 2 સ્કૂલ તથા તાજાવાલા હોલ લોહાણા સમાજને કરાયો સીલ - Seal proceedings by Municipality

ABOUT THE AUTHOR

...view details