જુનાગઢ: કેશોદ તાલુકાના કરેણી ગામમાંથી એક બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અમિત વણપરિયાની ફરિયાદને આધારે કેશોદ પોલીસે કરેણી ગામમાંથી રાકેશ હિંગરાજીયા નામના બોગસ ડોક્ટર પાસેથી વિવિધ એલોપેથી દવા અને મેડિકલના સાધનો સાથે અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.
બોગસ ડોક્ટર પોલીસની પકડમાં
કેશોદ તાલુકાના કરેણી ગામમાંથી એક બોગસ ડોક્ટરને પકડી પાડવામાં આવ્યો છે. અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અમીત વણપરિયાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે કરેણી ગામમાંથી બોગસ ડોક્ટર રાકેશ હિંગરાજીયાનીઅટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
કેશોદ તાલુકાના કરેણી ગામમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો (Etv Bharat Gujarat) લોકોના આરોગ્ય સાથે ચેડા
છેલ્લાં કેટલાક સમયથી રાકેશ ગામમાં તબીબ તરીકેની ઓળખ ઊભી કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. આ અંગે આરોગ્ય વિભાગની ફરિયાદ બાદ કેશોદ પોલીસે કાર્યવાહી કરતાં બોગસ ડોક્ટર રાકેશ હિંગરાજીયાને ઝડપી પાડ્યો હતો.
બોગસ ડોક્ટર રાકેશ હિગરાજીયા (Etv Bharat Gujarat) દવા અને કેટલાક સાધનો મળ્યા
પોલીસ કાર્યવાહી દરમિયાન આ બોગસ ડોક્ટર પાસેથી ૨૫ હજાર કરતાં વધુની દવા અને તબીબી સાધનો પણ મળી આવ્યા છે. રાકેશ કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતો ન હોવાનું જણાયું છે, તેમ છતાં ખોટી ઓળખ ઉભી કરીને તે ડોકટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
કેશોદ પોલીસે બોગસ ડોક્ટરની અટકાયત કરી
જે સ્થળે રાકેશ બોગસ દવાખાનુ ચલાવતો હતો તે સ્થળ પર શ્રી ઉમા ક્લીનીક ડો નિકુંજ લાડાણી બી.એચ.એમ.એસ પુર્વ આયુષ મેડિકલ ઓફિસરનું પાટીયું લગાવીને ગામડાના ભોળા અને નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. સમગ્ર મામલામાં કેશોદ પોલીસે બોગસ ડોક્ટર રાકેશ હિંગરાજીયા સામે વધુ તપાસ હાથ ધરી છે.
- ગુજરાતમાંથી ફરી નકલી તબીબ ઝડપાયો, ક્લિનિકમાંથી મોટા પ્રમાણમાં દવાઓ-ઈન્જેક્શન મળ્યા
- "ઝોલાછાપ ડૉક્ટર"ના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ: બોગસ ડિગ્રી આપી બનાવ્યા 1200 થી વધુ ડૉક્ટરો