ગુજરાત

gujarat

ETV Bharat / state

થાનમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં વધુ 4 નરાધમ ઝડપાયા, કુલ 8 આરોપીઓ હતા સામેલ - THANGADH MINOR RAPE

સુરેન્દ્રનગરના થાનમાં સગીરા સાથેના દુષ્કર્મના બનાવમાં પોલીસે 8 આરોપીઓમાંથી 4 આરોપીઓને ઝડપી લીધા છે.

થાનમાં સગીરા સાથેના દુષ્કર્મના વધુ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
થાનમાં સગીરા સાથેના દુષ્કર્મના વધુ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2024, 6:07 PM IST

સુરેન્દ્રનગર: જિલ્લાના થાનમાં સગીરા સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બનવા પામી હતી. જેમાં 7 મહિના અગાઉ સગીરા પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગઇ હતી અને 8 આરોપીઓએ દુષ્કર્મ કર્યું હોવાનું ખુલ્યું હતું. આ 8 આરોપીઓ પર આરોપ છે કે, તેઓ આ સગીરાને અલગ અલગ જગ્યાએ લઇ જઇને સગીરાના ભાઇને મારી નાખવાની ધમકી આપી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા: આ મામલે સગીરાની માતાએ થાન પોલીસ મથકે 8 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરુ કર્યો હતો. જેમાં પોલીસે 1 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે અન્ય નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.

થાનમાં સગીરા સાથેના દુષ્કર્મના વધુ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા (ETV BHARAT GUJARAT)

આ આરોપીઓ પૈકી પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા છે અને આ તમામ આરોપીઓ સામે પોક્સો હેઠળ ગુન્હો નોંધીને કાર્યવાહી કરી છે.

થાનમાં સગીરા સાથેના દુષ્કર્મના વધુ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા (ETV BHARAT GUJARAT)

આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે: સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં 4 ઝડપાયેલા આરોપીઓ અંગે DYSP વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, પોલીસની અલગ અલગ ટીમોએ દુષ્કર્મના આરોપીઓમાંથી 4 આરોપી અજય અલગોતર, હરેશ ઉર્ફે કનો, અજય મારુ, ધ્રુવ ચાવડાની ધરપકડ કરી છે. જેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. સુરેન્દ્રનગરના થાનગઢમાં સગીરા પીંખાઈ, આઠ શખ્સો પર દુષ્કર્મનો આરોપ

ABOUT THE AUTHOR

...view details