સુરેન્દ્રનગર: પંડિત દિનદયાલ હોલ ખાતે 14 ઓક્ટોબર ના રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમોમાં મંત્રીને રજૂઆત કરવા ગયેલા આગેવાન પર ફરીયાદ થતા સ્થાનિક લોકો અને આમ આદમી પાર્ટી દ્વારા ઢોલ નગારા સાથે બી ડિવિઝન પોલીસમાં મથકે પહોંચ્યા હતા.
આગેવાન દ્વારા મંત્રી સમક્ષ રજૂઆત: સુરેન્દ્રનગર શહેરમાં આવેલી GIDC તેમજ સંત સવૈયાનાથ, સહિતની 4 થી 5 સોસાયટી વિસ્તારોમાં પીવાના પાણી અને રોડ મામલે છેલ્લા 2 વર્ષથી આગેવાન અમૃત મકવાણા દ્વારા નગરપાલિકા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ નકર કામગીરી ન થતા 14 ઓક્ટોબરના રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત મંત્રી મૂળુ બેરાની ઉપસ્થિતિમાં પંડિત દિનદયાલ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમૃત મકવાણા દ્વારા મંત્રીને રજૂઆત કરવા જતા તેઓની તે સમયે અટકાયત કરવામાં આવી હતી.
રાજ્ય મંત્રીના કાર્યક્રમમાં રજૂઆત કરતા આગેવાન સામે ફરિયાદ (ETV BHARAT GUJARAT) આગેવાન સામે પોલીસ ફરિયાદ નોંધાઇ:અમૃત મકવાણા પર પ્રાંત અધિકારી દ્વારા પૂર્વ આયોજિત કાવતરા અંતર્ગત બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે ફરિયાદના પગલે સ્થાનિક લોકો તેમજ આમ આદમી પાર્ટીમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા, રાજુ કપરડા સહિતના આગેવાનો દ્વારા અમૃત મકવાણાને ખભે બેસાડી બી ડિવિઝન પોલીસમાં મથકે હાજર થવા પહોંચ્યા હતા.
રાજ્ય મંત્રીના કાર્યક્રમમાં રજૂઆત કરતા આગેવાન સામે ફરિયાદ (ETV BHARAT GUJARAT) આપ નેતાનો પોલીસ અને તંત્ર પર આક્ષેપ: આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા એ પોલીસ વિભાગ અને તંત્ર સામે જિલ્લામાં દારૂ, ચોરી, લૂંટ-જુગાર અને ખનીજ ચોરી મામલે તંત્રને આડે હાથ લીધી હતી અને આક્ષેપ કર્યા હતા કે, અધિકારીઓ અને બીજેપીના નેતાઓ ભ્રષ્ટાચારમાં મસ્ત હોય તેથી જિલ્લામાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે DYSP વી.બી.જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેઓ પોલીસ સ્ટેશને હાજર થવા પહોંચ્યા હતા અને તેઓની રજૂઆત સાંભળી અને નોટિસ આપી તેઓને જવા દેવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં તેઓ સાથ સહકાર આપશે તેવી તેઓએ ખાતરી આપી હતી.
આ પણ વાંચો:
- વડોદરામાં ટોળું બન્યું ઘાતકી, 3 ચોરોને ઢોર માર મારતા 1નું ઘટના સ્થળે જ મોત
- "બાબા સિદ્દીકીની જેમ મારી પણ હત્યા થઇ શકે" MLA જીગ્નેશ મેવાણીએ આ IPS અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ