ગુજરાત

gujarat

ETV Bharat / state

"માત્ર ટોપ પર પહોંચવાનો જ નથી, પણ ટોપ પર ટકી રહેવાનો ઇરાદો" : PM નરેન્દ્ર મોદી - Re Invest 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરાવ્યો હતો. જે બાદ પીએમ મોદીએ પ્રદર્શન નિહાળ્યું અને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.

PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદી (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2024, 1:01 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરાવ્યો હતો. જે બાદ પીએમ મોદીએ પ્રદર્શન નિહાળ્યું અને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. આ તકે પીએમ મોદીએ કહ્યું કે, આપણે માનવતાની ભાવના એકબીજા પાસેથી શીખી શકીએ છીએ. હું ગોવા, એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રી તથા જર્મન અને ડેન્માર્ક ડેલીગેશન તથા દેશના અલગ અલગ રાજ્યના ઊર્જા મંત્રીનું સ્વાગત કરું છું. આ રી-ઇન્વેસ્ટ કોન્ફરન્સની ચોથી એડિશન છે. વિકસિત ભારત 2047 બનાવવા પૈકીનો હિસ્સો આ ઇવેન્ટ છે. 140 કરોડ ભારતીયોએ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનાવવાનો સંકલ્પ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સરકારને ભારતની પ્રજાએ ત્રીજી ટર્મ આપી છે. આ સેક્ટરમાં 10 વર્ષમાં જે પાંખ લાગી છે એ હવે નવી ઉડાન ભરશે. ભારતમાં 700 મિલિયન ઘર બનાવી રહ્યા છે. દુનિયાના કેટલાય દેશોની વસ્તી કરતા આ ઘરની સંખ્યા વધારે છે. અમે 4 કરોડ ઘર બનાવી લીધા છે અને બાકીના 3 કરોડ ઘર બનાવવાની શરૂઆત કરી છે. સાથે જ 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવી રહ્યા છે. છેલ્લા 100 દિવસમાં 15 થી વધુ નવી મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લોન્ચ કરી છે. વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે, જેમાં 700 કરોડથી વધારે રકમનો ખર્ચ કરશે. ભારતની ડાઇવર્સિટી, કેપેસિટી, પોટેન્શિયલ, પર્ફોમન્સ યુનિક છે. દુનિયાને પણ લાગે છે ભારત 21 મી સદીની ફિન્ટેક ફેસ્ટ છે.

  • "માત્ર ટોપ પર પહોંચવાનો જ નથી, પણ ટોપ પર ટકી રહેવાનો ઇરાદો" -- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

શ્વેત ક્રાંતિની જે ધરતી પર શરૂઆત થઈ, સૂર્ય ક્રાંતિ એ ધરતી પર થશે જે માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે. દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ મુદ્દો નહોતો ત્યારે જ મહાત્મા ગાંધી એ ક્લાઈમેન્ટ ચેન્જ અંગે લોકોને ચેતવ્યા હતા. ગ્રીન ફ્યુચર ભારતની જરૂર છે. ટોપ પર પહોંચવાનો જ ઇરાદો નથી પણ ટોપ પર ટકી રહેવાનો ઇરાદો છે. વિકસિત ભારત બનાવવા માટે જરૂરિયાત શું છે ? સોલર પાવર, ન્યુક્લિયર પાવર, વિન્ડ પાવરને આધારે ભારતને ભવિષ્યમાં વધારે મજબૂત બનાવવાનું છે. 2030 સુધી 500 ગીગા વોટ એનર્જીનો ટાર્ગેટ હાંસલ કરવા ઘણા મુદ્દા પર એક સાથે કામ કરી રહ્યા છીએ.

"પ્રહલાદ જોશી મારી ગત સરકારમાં કોલસા મંત્રી હતા અને આ વખતે રીન્યુએબલ એનર્જી વિભાગ મંત્રી છે. ઓબામા એક વખત દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં આવ્યા હતા. એ સમયે કહેતા કે અહીં કામનું કોઈ પ્રેશર નથી, પણ મને પ્રેશર એટલા માટે છે કેમ કે મારી ભાવિ પેઢી માટે કામ કરવાનું છે." -- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

70 શહેરને સોલર સિટી તરીકે વિકસાવાશે :મોઢેરા નામનું એક ગામ છે જ્યાં વર્ષો જૂનું સૂર્ય મંદિર છે અને ભારતનું પહેલું સોલર ગામ છે. અયોધ્યામાં રામનો જન્મ થયો અને રામ રઘુવંશી હતા. અયોધ્યાને મોડલ સોલાર સિટી બનાવાશે, જેનું કામ પૂરું થવા આવ્યું છે. 70 સિટીની ઓળખ કરી છે, જેને સોલર સિટી તરીકે વિકસાવાશે. ભારતમાં 20 હજાર કરોડ રૂપિયાનું ગ્રીન હાઈડ્રોજન મિશન લોન્ચ કર્યું છે. રીયુઝ પ્લાસ્ટિક ટેકનોલોજી વિકસાવાશે. દોઢ કરોડ લોકો ટ્રેનમાં રોજ મુસાફરી કરે છે, એ રેલવેને નેટ ઝીરો બનાવીશું. 2025 સુધી પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ટાર્ગેટ પૂરો કરીશું. મેન્યુઅલ ફેક્ચરીંગમાં ઘણી સંભાવના છે.

અત્યાર સુધી પીએમ સૂર્યોદય મફત વીજળી યોજના હેઠળ 13 મિલિયન લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ સ્કીમ વીજળીની સાથે સાથે રોજગારી સર્જન અને પર્યાવરણીય સુરક્ષા માટે મહત્વની છે. 2 મિલિયન રોજગારીનું સર્જન થશે અને 50 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડનું એમિશન પણ રોકાશે.

  1. આજે દેશને પહેલી વંદે મેટ્રો મળશે, PM મોદી બતાવશે લીલી ઝંડી
  2. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પગલે ગાંધીનગરમાં રસ્તાઓ ડાયવર્ટ

ABOUT THE AUTHOR

...view details