ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Gujarat Visit Rajkot: પીએમ મોદીએ રાજકોટમાં 48 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

રાજકોટમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે રાજકોટ આવ્યો છું તો જૂની યાદો તાજા થઇ ગઈ. 22 વર્ષ પહેલા રાજકોતે મને પોતાનો એમ.એલ.એ.એ તરીકે સ્વીકાર કર્યો. રાજકોટના એક એક વ્યક્તિને કહી શકું છું હું તમારા વિશ્વાસ પર ખરો ઉતારવાની કોશિશ કરું છું, આજે સમગ્ર દેશ મને આશીર્વાદ આપી રહ્યો છે તો તેનું હકદાર રાજકોટ પણ છે: મોદી સરકારની ગેરેંટી એટલે ગેરેંટી પૂરી થવાની પણ ગેરેંટી..

pm-modi-launched-and-inaugurated-various-development-projects-worth-48-thousand-crores-in-rajkot
pm-modi-launched-and-inaugurated-various-development-projects-worth-48-thousand-crores-in-rajkot

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2024, 8:25 PM IST

રાજકોટ:પીએમ મોદીએ ગુજરાતભરમાં ગૌરવ અપાવનાર મહત્વકાંક્ષી અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એઈમ્સ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ સહિતના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના, રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ રૂ.48 હજાર કરોડથી વધુ રકમના જુદા જુદા કુલ 132 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો

દ્વારકા ખાતે ઓખા-બેટ દ્વારકા વચ્ચે અવરજવર માટે દરિયા પર નવનિર્મિત “સુદર્શન સેતુ” બ્રિજનું લોકાર્પણ કરી, રાજકોટ ખાતે પધારેલ. વડાપ્રધાનએ સૌ પ્રથમ શહેરના જામનગર રોડ ખાતે નવનિર્મિત ‘એઈમ્સ હોસ્પિટલ’ની મુલાકાત લીધી અને તેમનાં વરદ્દ હસ્તે લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી. રાજકોટ શહેરને ગુજરાત રાજ્યની પ્રથમ અત્યાધુનિક ‘એઈમ્સ હોસ્પિટલ’ની સુવિધા પ્રાપ્ત થઇ. બાદમાં, વડાપ્રધાન ‘એઈમ્સ હોસ્પિટલ’ ખાતેથી જુના એરપોર્ટ ખાતે આવ્યા બાદમાં, વડાપ્રધાને ઉષ્માભેર આવકારવા અને ભાતીગળ સ્વાગત માટે જુના એરપોર્ટના પ્રવેશદ્વારથી રેસકોર્ષના પ્રવેશદ્વાર સુધી અંદાજીત 800 મીટર રૂટ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત ભવ્ય “રોડ-શો”માં વડાપ્રધાન કારમાં ઉપસ્થિત રહ્યાં હતા.

પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો

પીએમ મોદીએ રાજકોટમાં રોડ શો કરીને જાહેર સભાને સંબોધન કર્યું હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે આજનો દિવસ માત્ર રાજકોટ માટે નહિ પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. ગુજરાત સહિત અલગ અલગ પાંચ રાજ્યોની એઈમ્સ તેમજ વિવિધ વિભાગોના લોકાર્પણ – ખાતમુર્હુત આજે થયા છે. અગાઉ એક સમય એવો હતો કે જયારે દેશના મુખ્ય કાર્યક્રમો માત્ર દિલ્હીમાં થતાં હતાં આ પરંપરા બદલીને મહત્વપૂર્ણ કાર્યક્રમો દેશના ખૂણે ખૂણે પહોંચ્યા છે. જેમાં આજે આ સિલસિલો રાજકોટ પહોંચ્યો છે. કેન્દ્ર સરકાર ખુબ જ તેજ ગતિથી વિકાસ કામો હાથ ધરી રહી છે અને પૂર્ણ પણ કરી રહી છે.

વિકાસ યજ્ઞના આજના કાર્યક્રમમાં ગુજરાતની સાથે જ દેશના વિવિધ રાજ્યો પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે અને આ માટે તમામ મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ સહિતના સૌને અભિનંદન પાઠવું છું. મોદીએ રાજકોટ સાથેનું તેમનું અનુસંધાન યાદ કરતા કહ્યું કે, ગઈકાલે 24 મી ફેબ્રુઆરીનો દિવસ મારા માટે ખુબ જ વિશેષ દિવસ રહ્યો છે, 22 વર્ષ પહેલાં 24 ફેબ્રુઆરીએ રાજકોટવાસીઓએ આશીર્વાદ આપી મને ધારાસભ્ય બનાવેલ હતો, તેમજ ૨૫ ફેબ્રુઆરીએ મેં ગાંધીનગરમાં ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું સમગ્ર દેશ આજે મને પ્રેમ અને આશીર્વાદ આપી રહ્યો છે તેનું યશદાર રાજકોટ પણ છે. મને વિશ્વાસ છે કે, સમગ્ર દેશ એન.ડી.એ. સરકારને આ જ પ્રકારે આશીર્વાદ આપતો રહેશે. ‘અબ કી બાર... 400 કે પાર’ના સંકલ્પને પણ આપનાં આશીર્વાદ મળી રહ્યા છે અને એ માટે આપ સૌને શિશ ઝુકાવી નમન કરું છું. આપ સૌ જોઈ રહ્યા છો કે પેઢીઓ બદલી રહી છે અને લોકોનો પ્રેમ વધી રહ્યો છે. વિકાસ યાત્રા આગળ ધપાવતા રહી લોકોના પ્રેમનું કરજ વ્યાજ સાથે ચુકવવા પ્રયાસ કરી રહ્યો છું. આજે સવારે દ્વારિકાધામની યાત્રાને યાદ કરતા મોદીએ જણાવ્યું હતું કે ભગવાનશ્રી કૃષ્ણએ જે દ્વારિકા નગરી બનાવી હતી તે સમુદ્રમાં ડૂબી ગઈ હતી આજે સવારે સમુદ્રમાં ઊંડે જઈને આ પૌરાણિક દ્વારિકા નગરીના અવશેષોને સ્પર્શ – પૂજન – દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ અદભૂત આધ્યાત્મિક સાધનાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે.

પીએમ મોદીએ કરેલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત મુહુર્ત - (કુલ રકમ રૂ.48 હજાર કરોડનાં 132 કામો)

  1. એઈમ્સ હોસ્પિટલ, રાજકોટ રૂ.1,195 કરોડ
  2. એઈમ્સ હોસ્પિટલ, કલ્યાણી રૂ.1,754 કરોડ
  3. એઈમ્સ હોસ્પિટલ, મંગલગીરી રૂ.1,6180કરોડ
  4. એઈમ્સ હોસ્પિટલ, ભટિંડા રૂ.925 કરોડ
  5. એઈમ્સ હોસ્પિટલ, રાયબરેલી રૂ.823કરોડ
  6. વિદ્યુત મંત્રાલય, ભારત સરકારના રૂ. 16,295 કરોડથી વધુ રકમના 10 પ્રકલ્પો
  7. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય, ભારત સરકારના રૂ.9,028 કરોડનો 1 પ્રકલ્પ
  8. શ્રમ અને રોજગાર(ESIC) વિભાગ, ભારત સરકારના રૂ.2,280કરોડથી વધુ રકમના 21 પ્રકલ્પો
  9. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના રૂ.1,584 કરોડથી વધુ રકમના 12 પ્રકલ્પો
  10. પાણી પુરવઠા વિભાગના રૂ.287 કરોડથી વધુ રકમના 3 પ્રકલ્પો
  11. પ્રવાસન વિભાગના રૂ.66 કરોડથી વધુ રકમનો 1 પ્રકલ્પ
  12. આરોગ્ય વિભાગ, ભારત સરકારનાં રૂ.5,077 કરોડથી વધુ રકમના 63 પ્રકલ્પો
  13. NHAI વિભાગના રૂ.3,882કરોડથી વધુ રકમના 3 પ્રકલ્પો
  14. રેલ્વે વિભાગના રૂ.2.109 કરોડથી વધુ રકમના 4 પ્રકલ્પો
  15. એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.566 કરોડથી વધુ રકમના 5 પ્રકલ્પો
  16. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, ભારત સરકારના રૂ.273 કરોડથી વધુ રકમનો 1 પ્રકલ્પ
  17. માર્ગ અને મકાન વિભાગના રૂ.242 કરોડથી વધુ રકમના 3 પ્રકલ્પો
  1. PM Narendra Modi: પીએમ મોદીએ દ્વારકાના દરિયામાં કર્યુ સ્કુબા ડાઇવ
  2. Kheda Lok Sabha Election 2024: નવા ચહેરાની ચર્ચા વચ્ચે કેવા રહેશે ખેડા લોકસભાના સૂર?

ABOUT THE AUTHOR

...view details