ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંવરકુંડલામાં તૈયાર થતા હળની વિદેશમાં પણ માંગ, 70 અલગ અલગ પ્રકારના હળની વિદેશમાં નિકાસ - PLOWS MANUFACTURED IN AMRELI

અમરેલી જિલ્લાનું સાવરકુંડલા લોખંડ ક્ષેત્રે પણ આગળ વધતું જોવા મળે છે. હવે સાવરકુંડલામાં હળની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે.

સાંવરકુંડલામાં તૈયાર થતા હળની વિદેશમાં પણ માંગ
સાંવરકુંડલામાં તૈયાર થતા હળની વિદેશમાં પણ માંગ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2024, 10:26 AM IST

અમરેલી: અમરેલી જિલ્લાનું સાવરકુંડલા લોખંડ ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું કહેવામાં આવે છે અને સાવરકુંડલા એ વિશ્વમાં અલગ અલગ રીતે નામના ધરાવે છે. જ્યારે સાવરકુંડલા શહેરમાંથી હવે હળની પણ વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. સાવરકુંડલાથી આફ્રિકા સુધી હળની નિકાસ કરવામાં આવે છે. સાવરકુંડલામાં મોટાભાગના લોકો હળ બનાવે છે અને આધુનિક ટેકનોલોજીથી હળ બનાવવામાં આવે છે. રિવર્સ હાઇડ્રોલિક પ્લાવ બનાવવામાં આવે છે અને આ હળની સમગ્ર દેશ દુનિયાની અંદર ખૂબ જ માંગ છે.

વિદેશમાં પણ ખેતી ઓજારોની નિકાસ: સાવરકુંડલા ખેતી ઓજાર અને વજન કાંટા માટે સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતું છે. સાવરકુંડલા શહેરમાંથી સૌથી વધારે વજન કાંટા પણ બનાવવામાં આવે છે. વિદેશમાં નિકાસ કરવામાં આવે છે તો સાથે જ હવે વિદેશની અંદર ખેતી ઓજારોની પણ નિકાસ શરૂ કરવામાં આવી છે. સાવરકુંડલા શહેરમાં ટ્રેક્ટરનું હળ બનાવવામાં આવે છે અને આ હળ સાવરકુંડલા થી આફ્રિકા ઓસ્ટ્રેલિયા તેમજ અન્ય જગ્યાએ મોકલવામાં આવે છે.

સાવરકુંડલાના જાણીતા ઉદ્યોગપતિ સંદીપભાઈ મકવાણાના પિતા મહેન્દ્રભાઈ મકવાણાએ 1986માં હળ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીમેધીમે આ હળની અંદર અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વિદેશમાં પણ આ હળને નિકાસ કરવામાં આવી રહી છે.

સાંવરકુંડલામાં તૈયાર થતા હળની વિદેશમાં પણ માંગ (Etv Bharat Gujarat)

વર્ષે 7000 થી 8000 હળની નિકાસ: સંદીપભાઈ મકવાણા પોતાના પિતા સાથે આ કામગીરી કરી રહ્યા છે. સો જેટલા મજૂર કામગીરીમાં જોડાયેલા છે અને 15 જેટલો ઓફિસ સ્ટાફ મળીને કુલ 115 વ્યક્તિને રોજગારી પણ આપવામાં આવે છે. સાવરકુંડલા શહેરમાં વજન કાંટા અને ઓરણી વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. આફ્રિકા અને ઇઝરાયેલમાં ઓજારોની વધુ માંગ છે અને એક હળનો ભાવ ₹60,000 થી 90,000 રૂપિયા છે, વર્ષે 7000 થી 8000 હળ નિકાસ કરવામાં આવે છે.

સાવરકુંડલાથી આફ્રિકા, અમેરિકા, તાંઝાનિયા, ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિતના અન્ય રાજ્યની અંદર પણ આ હળની નિકાસ કરવામાં આવે છે. 70 પ્રકારના અલગ અલગ હળ તૈયાર કરી અને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

સંદીપભાઈ જણાવ્યું કે,'આફ્રિકામાં સાવરકુંડલામાં તૈયાર થતાં હળની વધુ માંગ રહે છે, એટલે સાવરકુંડલાથી આફ્રિકા સુધી હળને મોકલવામાં આવે છે. ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ હવે શરૂ કરવામાં આવ્યું છે. જેથી સાવરકુંડલા શહેરને વધુ વેગ મળશે અને સાવરકુંડલા શહેરમાં આવેલા ઉદ્યોગને પણ વધુ વેગ મળશે.'

આ પણ વાંચો:

  1. સાફાનો આગવો ઠાઠ! આજે પરંપરાગત રજવાડી સાફો ઠાઠનું પ્રતિક, જુઓ પહેલા કેવા પ્રકારના બંધાતા હતા સાફા
  2. શિયાળામાં ગુણકારી લીલા શાકભાજીનો રસ ખાસ પીવો, જાણો તેના ફાયદા અને પીવાનો ચોક્કસ સમય

ABOUT THE AUTHOR

...view details