ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ ભરતી માટે શારીરિક કસોટી: વાવ SRP ગ્રુપના DYSPની ઉમેદવારોને ખાસ સલાહ - POLICE RECRUITMENT

SRP 11 ગ્રુપ વાવના DYSP અનિલ પટેલે પોલીસ ભરતીને લઈને શારીરિક કસોટી આપવા આવતા ઉમેદવારો માટે ખાસ માર્ગદર્શન અને સલાહ આપી છે.

પોલીસ ભરતી માટે શારીરિક કસોટીને પોલીસ અધિકારીની સલાહ
પોલીસ ભરતી માટે શારીરિક કસોટીને પોલીસ અધિકારીની સલાહ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2025, 5:43 PM IST

સુરત: સુરત જિલ્લામાં વાવ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન રનીંગ કરતી વખતે એક ઉમેદવારનું મોત નીપજ્યું હતું, ત્યારે શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોની સલામતી અને સફળતા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યા છે. ઉમેદવારોને અપીલ કરાઈ છે કે શારીરિક કસોટી આપવા આવે તે પહેલાં પૂરતી પ્રેક્ટિસ કરે અને વિટામિન્સથી સમૃદ્ધ સ્વસ્થ આહાર લે.

SRP 11 ગ્રુપ વાવના DYSP અનિલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, 8 જાન્યુઆરી 2025થી લઈ 1 માર્ચ 2025 દરમિયાન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આયોજીત અહીં પોલીસ ભરતી ચાલી રહી છે, જેમાં લોકરક્ષક તેમજ પીએસઆઈ કેડરના ઉમેદવારો પરીક્ષા આપવા આવી રહ્યા છે. તેઓને શારીરિક ટેસ્ટ માટે પાંચ કિલોમીટર દોડવાનું હોય છે.

પોલીસ ભરતી માટે શારીરિક કસોટીને લઈને વાવ SRP ગ્રુપના DYSP અનિલ પટેલની ઉમેદવારોને ખાસ સલાહ (Etv Bharat Gujarat)

ઘણા ઉમેદવારો પ્રેક્ટિસ કરીને આવતા હોય છે, પરંતુ કેટલાક ઉમેદવારો વગર પ્રેક્ટિસે પણ આ પરીક્ષા આપવા માટે આવતા હોય છે, તેઓ વગર પ્રેક્ટિસે જ્યારે પાંચ કિલોમીટરની રનિંગ કરવાનું થતું હોય ત્યારે સ્ટેમિના બિલ્ટઅપ ના હોવાના કારણે ઘણી વખત ક્રિટિકલ કન્ડિશનનો સામનો કરવો પડતો હોય છે અને એકઝોસ્ટ થઈ જતાં હોય છે.

રનિંગ દરમિયાન સ્ટેમીના બિલ્ટઅપ હોય તો 5 કિલોમીટરનું રનીંગ આરામથી 25 મિનિટની અંદર પૂરું થઈ જતું હોય છે. ત્યારે ઉમેદવારોને ખાસ એવી વિનંતી છે કે, તેઓ પૂરતી પ્રેક્ટિસ લે અને એ માટે પૂર્વ તૈયારીઓ કરે અને પૂરતું ડાયટ અને સારો ખોરાક લે અને પૂરતા વિટામિન્સ, મીનરલ્સ સભર ખોરાક લે અને ત્યારબાદ પ્રેક્ટિસ કરીને રનિંગ કરવા માટે આવે, જેથી આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થાય.

સુરત જિલ્લામાં વાવ પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે. ત્રણ દિવસ અગાઉ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ખાતે રહેતા 36 વર્ષીય સંજય કુમાર રસિકભાઈ ગામીત સુરત જિલ્લાના વાવ ખાતે ઉમેદવાર તરીકે શારીરિક કસોટી આપવા માટે આવ્યા હતા. તેઓ વાલિયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ સવારે ૫ કિલોમીટર રનીંગની પ્રથમ બેચમાં રનીંગ કરતી વખતે ઢળી પડ્યા હતા અને તેઓનું મોત નીપજ્યું હતું.

  1. પોલીસ ભરતીમાં ઊંચાઈનો વિવાદ, ઉમેદવારે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી
  2. પોલીસ ભરતી પરીક્ષા દરમિયાન બની દુઃખદ ઘટના, 36 વર્ષીય ઉમેદવારનું મોત

ABOUT THE AUTHOR

...view details