રાજકોટ: ગઈ કાલનો દિવસ રાજકોટ માટે ગોઝારો સાબિત થયો હતો અને ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગતાં 28 જેટલા 27 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતા તો અનેક લોકો ઘાયલ થયા હતા.તો સમગ્ર દેશમાં આ ગેમઝોન અગ્નિકાંડના સમાચારથી ઘેરા પડઘા પડયા છે અને ફાયર `એનઓસી' વગરના રાજ્યના તમામ ગેમિંગ ઝોન બંધ કરવા માટે પણ આદેશો કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ઘટના અંગે Etv Bharat દ્વારા ભુજના લોકોની શું પ્રતિક્રિયા છે તે જાણવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ભુજના લોકોએ રાજકોટ ગેમઝોનની ઘટનાને વખોડી:રાજકોટના ગેમઝોનમાં અગનકાંડથી લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે ભુજના સ્થાનિક લોકોએ પણ પોતાના શબ્દોમાં રોષ વ્યક્ત કરીને આ ઘટનાને વખોડી હતી. રાજકોટમાં જે દુઃખદ ઘટના ઘટી છે અને જે મૃતકો છે એમના પરિવારને ભગવાન સહન કરવાની તાકાત આપે એવી હું પ્રાર્થના કરું છું પરંતુ આ ઘટના ગુજરાતમાં પ્રથમ.વખત નથી બની અગાઉ સુરતમાં પણ ટ્યુશન ક્લાસમાં આ ઘટના બની હતી. ત્યારબાદ મોરબીની ઘટના બની ત્યારબાદ વડોદરા ની ઘટના બની દર વર્ષે આવી ઘટનાઓ બનતી હોય છે.ઘટના બની તે તો દુઃખદ છે જ પરંતુ સરકારની ઉદાસીનતા વધારે દુઃખદ છે અને સરકારના અધિકારીઓએ જે કાર્યવાહી નથી કરી તેનું આ પરિણામ છે.આપણે સરકારને બહુ મોટો ટેક્સ આપીએ છીએ 156 જેટલી સીટો આપી છે તે છતાં સરકારે આપણને શું આપ્યું છે માત્ર આપના સ્વજનોના મૃતદેહો જોવાનું? દર વર્ષે આવી ઘટના બનતી હોય છે અને આજ સુધી કોઈ પણ ઘટનામાં કોઈ ચોક્કસ ન્યાય આવ્યો નથી. સરકારની સિસ્ટમ બેકાર બની ગઈ છે જેનું પરિણામ જનતાને જોવું પડે છે.સરકાર આ ઘટનામાં જે કોઈ જવાબદાર છે તેને કડકમાં કડક સજા કરે તેવી અપેક્ષા છે.
માત્ર 2 કે 4 લાખની સહાયથી કોઈ વ્યક્તિની ખોટ નથી પુરાતી: આ રાજકોટની ઘટનાની વાત કરીએ તો ગુજરાતમાં સતત આવા બનાવો બનતા રહે છે અને જવાબદારોને આ સ્થળે આ વસ્તુ નતી એટલે આવી ઘટના બની અને મૂકી દેવામાં આવતા હોય છે.પરંતુ જેમણે પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે જેમણે પોતાના પતિ કે પત્ની ગુમાવી છે અને પરિવારનો માળો વિખાય ત્યારે ખબર પડે છે કે 2 લાખ કે 4 લાખથી કોઈ સંતોષ નથી થતો પરંતુ જે વ્યક્તિ ગુમાવ્યો છે તે ક્યારેય પાછો નથી આવાનો. સરકાર હંમેશા આવા બનાવો પાછળ ઢાંકપીછોળા કરતી આવે છે. કારણકે સરકારના અધિકારીઓ પણ ક્યાંકને ક્યાંક આમાં સંડોવાયેલા હોય છે.મોરબીની ઘટનામાં પણ મોટા નામો ચર્ચાયા હતા પણ કોઈને યોગ્ય સજા કરવામાં નથી આવી.150 થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા હતા છતાં પણ 4 દિવસ બાદ લોકો ઘટનાને ભૂલી જતા હોય છે.સરકારની સાથે આપણે પણ જવાબદાર છીએ કે વેકેશનમાં એન્ટરટેનમેન્ટના નામે કોઈ સેફ્ટી જોતા નથી જેથી તે પણ જોવું જોઈએ. સરકાર માત્ર સહાય ચૂકવીને આ કેસ પૂર્ણ થઈ જશે અને જવાબદારોને કોઈ સજા પણ નહીં થાય.