ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢમાં દશેરાની જમાવટ, જલેબી અને ફાફડા ખરીદવા દુકાનોમાં લાગી લાઈનો

આજે દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં વહેલી સવારથી ફાફડા અને જલેબી ખરીદવા લોકો વહેલી સવારથી ફરસાણની દુકાને લાઇન લગાવી રહ્યા છે.

દશેરાની નિમિત્તે ફાફડા અને જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનમાં ઉમટયા લોકો
દશેરાની નિમિત્તે ફાફડા અને જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનમાં ઉમટયા લોકો (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2024, 12:25 PM IST

જૂનાગઢ: આજે અસત્ય પર સત્યના વિજય સમાન દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો દ્વારા વહેલી સવારથી ફાફડા અને જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનોમાં લાઈન લગાવીને ઉભેલા લોકો જોવા મળતા હતા.

પાછલા કેટલાક વર્ષોથી દશેરાના દિવસે ખાસ ફાફડા અને જલેબી ખાવાનું વિશેષ મહત્વ ઊભું થયું છે.

દશેરાની નિમિત્તે ફાફડા અને જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનમાં ઉમટયા લોકો (Etv Bharat gujarat)

ફાફડા અને જલેબી માટે લોકોની કતારો: આજે વહેલી સવારથી જૂનાગઢની મોટાભાગની ફરસાણની દુકાનમાં લોકો ફાફડા અને જલેબીની ખરીદી કરવા માટે ઊભેલા જોવા મળતા હતા. કેટલા ગ્રાહકો તો એક એક કલાક સુધી લાઈનમાં ઊભીને પણ ફાફડા અને જલેબી મેળવ્યા હતા.

દશેરાની નિમિત્તે ફાફડા અને જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનમાં ઉમટયા લોકો (Etv Bharat gujarat)
દશેરાની નિમિત્તે ફાફડા અને જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનમાં ઉમટયા લોકો (Etv Bharat gujarat)

બજાર ભાવમાં વધારો થયો નથી: આ વર્ષે બજાર ભાવોમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. પરંતુ રૂ. 500 પ્રતિ કિલો ફાફડા અને શુદ્ધ ઘીમાંથી બનેલી જલેબી રુ. 600 અને સીંગતેલમાંથી બનેલી જલેબી રુ. 300 પ્રતિ કિલોના બજાર ભાવે વહેંચાઈ રહી છે. પાછલા કેટલાક સમયથી આ પ્રકારનો ભાવ છે. પણ ફાફડા અને જલેબીમાં જળવાયેલું જોવા મળી રહ્યું છે. ફાફડાની સાથે મસાલાથી ભરેલા મરચા કાચા પપૈયાનો સંભારો અને તળેલા મરચાની સાથે શુદ્ધ ઘી અને તેલમાંથી બનેલી જલેબી દશેરાના તહેવારની ઉજવણીને સ્વાદની દૃષ્ટિએ પણ અલગ બનાવે છે.

દશેરાની નિમિત્તે ફાફડા અને જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનમાં ઉમટયા લોકો (Etv Bharat gujarat)

આ પણ વાંચો:

  1. દશેરાના પર્વ નિમિતે ખાઓ પંજા ગાંઠીયા!, જૂનાગઢમાં અહીં વજનથી નહીં, નંગના હિસાબે મળે છે પંજા ગાંઠીયા, ભાવ છે...
  2. આદ્યશક્તિની ભક્તિ સાથે દેશ ભક્તિ, ઉપલેટામાં 45 વર્ષથી રમાય છે "કાળી દાંડીનો ડમરો"

ABOUT THE AUTHOR

...view details