જય બહુચરના નાદ સાથે નીકળેલી પાલખી યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું પાટણઃ શહેરના રાજકાવાડા વિસ્તારમાં આવેલી રામશેરી ખાતે શ્રી બાળા બહુચર માતાનું મંદિર આવેલું છે. આ મંદિર પાટણ મોઢ મોદી ઘાંચી સમાજના કુળદેવીનું મંદિર છે. આ મંદિર પરિસરથી દર વર્ષે વસંત પંચમીના દિવસે પરંપરાગત રીતે માં બહુચરની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે . આ વર્ષે માતાજીના સ્થાનકેથી હર્ષોલ્લાસ સાથે પાલખી યાત્રા નીકળી હતી. પાટણના માર્ગો જય બહુચરના નાદથી ગૂંજી ઉઠ્યા હતા.
જય બહુચરના નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું ભક્તો ઉમટી પડ્યાઃ આજે વસંત પંચમીને દિવસે પાટણના બાળા બહુચર માતાજીની ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી. આ યાત્રાનું આયોજન મોઢ મોદી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણના અગ્રણીઓ, મહાનુભાવો, મોઢ મોદી સમાજના મોભીઓ અને મોટી સંખ્યામાં ભકતો આ પાલખી યાત્રામાં જોડાયા હતા. પાટણના વિવિધ માર્ગો પર આ પાલખી યાત્રા નીકળી હતી. જેમાં ભકતોએ જય બહુચરનો સૂત્રોચ્ચાર કર્યો હતો. નગરજનો દ્વારા વિવિધ સ્થળોએ આ પાલખી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ કાયમ રહે તે માટે મોદી સમાજના લોકોએ માતાજી સમક્ષ પ્રાર્થના પણ કરી હતી.
દુર્ગા વાહિનીની યુવતીઓ દ્વારા તલવારબાજીના કરતબ રજૂ કરાયા ભવ્ય પાલખી યાત્રાઃ આજે પાટણમાં નીકળેલ બહુચર માતાજીની પાલખી યાત્રામાં ભવ્ય આકર્ષણ જોવા મળ્યા હતા. જેમાં 5 રથ , શણગારેલા ઊંટ, 2 બગી તેમજ વિવિધ ટેબલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ રાસ મંડળી દ્વારા રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દુર્ગા વાહિનીની યુવતીઓ દ્વારા તલવારબાજીના કરતબ રજૂ કરાયા હતા. જાહેર માર્ગો ઉપર પાણી, શરબત અને પ્રસાદ ના સ્ટોલ પણ સેવાભાવી ભક્તો દ્વારા ઉભા કરાયા હતા.
અનેક વર્ષોથી દર વસંત પંચમીના દિવસે પરંપરાગત રીતે માં બહુચરની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે માતાજીના સ્થાનકેથી હર્ષોલ્લાસ સાથે પાલખી યાત્રા નીકળી હતી. જેમાં 2 બગી, 5 રથ જોડાયા હતા. આ પાલખી યાત્રામાં તાજેતરમાં બાળકને જન્મ આપનાર માતાઓ બહુચર માતાજીના રથ પાછળ ખુલ્લા પગે ચાલે છે. આ વર્ષો જૂની પરંપરા છે...જયેશ મોદી (પ્રમુખ, મોઢ મોદી સમાજ, પાટણ)
- રામચરિત માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના અમદાવાદથી અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન, 1008 શ્રદ્ધાળુ જોડાશે
- Ahmedabad News : ભગવાન જગન્નાથ ભાઈબહેન સહિત ગર્ભગૃહમાં થયાં બિરાજમાન, મહંતે દિલથી કહ્યાં આભારવચન