પાટણ: જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનીની લહેર જોવા મળી રહી છે. રાધનપુરમાં વરસાદ વરસતા ની સાથે જ બજાર અને સોસાયટીઓમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.
પાટણ જિલ્લામાં વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી - Patan News - PATAN NEWS
પાટણના રાધનપુર પંથકમાં અચાનક એકાએક વાતાવરણ માં પલટો આવતાં વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડીબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા સાથે રાધનપુર સહિત પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.
Published : Jul 29, 2024, 10:55 PM IST
ખેડૂતોમાં ખુશીની લહેરઃ રાધનપુર તાલુકામાં આતુરતાથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં વરસાદ થવાથી ખુશીની લહેર પ્રસરી ગઈ છે તેમજ વરસાદનું આગમન થતાં પંથકમાં ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. નાના બાળકો અને યુવાનોએ વરસાદમાં નાહવાની મજા પણ માણી છે.
વહેલી સવારથી જ મેઘ મહેરઃ પાટણ જિલ્લામાં ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોને ચિંતામાં વધારો થયો હતો પરંતુ આજ રોજ વહેલી સવારથી જ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો મહાર જોવા મળ્યો છે. રાધનપુર પંથકમાં અચાનક એકાએક વાતાવરણ માં પલટો આવતાં વરસાદી માહોલ જામ્યો છે.