ગુજરાત

gujarat

ETV Bharat / state

ભયાનક અકસ્માત CCTVમાં કેદ ! ટ્રક ચાલક કારને 500 મીટર સુધી ઢસળી ગયો - TERRIBLE ACCIDENT IN PALANPUR

પાલનપુરના ખીમાણા ટોલ પ્લાઝા ખાતે કંપારી છોડાવી દે તેવી ઘટના સામે આવી છે.ટ્રક ચાલકે કારને 500 મીટર સુધી ઘસડી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

ભયાનક અકસ્માત
ભયાનક અકસ્માત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2024, 1:31 PM IST

Updated : Oct 27, 2024, 2:44 PM IST

બનાસકાંઠા: પાલનપુરના ચિત્રાસણી નજીક ખેમાણા ટોલ પ્લાઝા ખાતે કાર ચાલક ટોલ ટેક્સ ભરી રહ્યો હતો. ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે કારને પાછળથી ટક્કર મારી હતી અને ત્યારબાદ 500 મીટર સુધી આ કારને ધસડી હતી. કંપારી છોડાવી દેનારા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા તેમાં રાજસ્થાન તરફથી આવતી એક ટ્રક પુરપાટ ઝડપે ટોલ પ્લાઝા પર ઉભેલી કારને ધસડી પસાર થતી જોવા મળી રહી છે.

કારચાલકનો થયો બચાવ: આંખના પલકારામાં જ આ અકસ્માત સર્જાતા લોકો પણ ચોકી ગયા હતા. અકસ્માત સર્જાયા બાદ લોકો પણ આ ટ્રક પાછળ દોડ્યા હતા અને કારચાલકને બચાવવા માટે લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. લોકોએ કારમાં ફસાયેલા કારચાલકને મહામહેનતે બહાર કાઢ્યો હતો. ઘટનામાં કાર ચાલકનો જીવ બચી જતા હાજર લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

ભયાનક અકસ્માત (Etv Bharat Gujarat)

પોલીસે શરૂ કરી તપાસ: ઘટનાની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનામાં તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ટ્રકની બ્રેક ફેલ થઈ હતી જોકે હાલ તો તાલુકા પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ આરંભી છે. આ અકસ્માતમાં કાર માલિકને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો:

  1. સુરત: VNSGUની પરીક્ષામાં 140 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા, વિદ્યાર્થીઓ સામે થશે કાર્યવાહી
  2. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવોને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ભારોભાર અસંતોષ
Last Updated : Oct 27, 2024, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details