ગુજરાત

gujarat

ETV Bharat / state

શું તમે જૂનાગઢનું મૂળ નામ જાણો છો ? જૂનાગઢ શહેરના જાણ્યા અજાણ્યા 18 નામનો ઇતિહાસ - Junagadh city names History - JUNAGADH CITY NAMES HISTORY

જૂનાગઢ શહેર રોચક ઇતિહાસ ધરાવે છે. અહીં વિવિધ શાસકો આવ્યા અને ગયા, સાથે જ પોતાની છાપ છોડતા ગયા. જેમાં જૂનાગઢ શહેરનું લગભગ 18 વાર નામકરણ કરવામાં આવ્યું છે. જાણો જૂનાગઢ શહેરના જાણ્યા અજાણ્યા 18 નામનો ઇતિહાસ

શું તમે જૂનાગઢનું મૂળ નામ જાણો છો ?
શું તમે જૂનાગઢનું મૂળ નામ જાણો છો ?

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 10:46 AM IST

જૂનાગઢ શહેરના જાણ્યા અજાણ્યા 18 નામનો ઇતિહાસ

જૂનાગઢ : શું તમને ખબર છે જૂનાગઢ શહેરના કેટલા નામ હતા ? જૂનાગઢ નવાબી નગર તરીકે ઓળખાતું હતું. આજનું જૂનાગઢ અને નવાબના સમયના નવાબીનગર સિવાય જૂનાગઢના 18 જેટલા નામો ખૂબ જ પ્રચલિત થયા, પરંતુ કાળક્રમે અને કેટલાક ભાષાકીય અપભ્રંશ બાદ આજે જૂનાગઢ સૌ કોઈને હોઠે બોલાય છે. પરંતુ આ જૂનાગઢ થતા પૂર્વે ઐતિહાસિક નગરના 18 જેટલા નામકરણમાંથી થયા હતા.

જૂનાગઢના 18 નામનો ઇતિહાસ :જૂનાગઢ શહેરને આજે પણ ઐતિહાસિક નગર તરીકે ઓળખવામાં આવે છે. અંદાજે અઢી હજાર વર્ષ પૂર્વેનો ઇતિહાસ આજે અડીખમ જોવા મળે છે. જૂનાગઢ પૂર્વે 17 જેટલા નામ અસ્તિત્વ ધરાવતા હતા. ગુજરાતમાં જે નગરોના નામકરણ કરવામાં આવ્યા તેમાં સૌથી વધારે નામ ધરાવતા નગરમાં જૂનાગઢ બીજા ક્રમે હતું. પ્રથમ ક્રમે જૂનાગઢ સાથે જ જોડાયેલું પ્રભાસ પાટણ કે જેના 22 નામો રાખવામાં આવ્યા હતા.

જૂનાગઢનું મૂળ નામ : જૂનાગઢનું મૂળ નામ ગિરિનગર કે ઉજજયંત રાખવામાં આવ્યું હતું. જેના પુરાવા પુરાણ શિલાલેખો હસ્તપ્રતો જૈનિક ગ્રંથો અને મુસ્લિમ તવારીખોમાં જોવા મળતા હતા. સ્કંધપુરાણના પ્રભાસખંડમાં ગિરનાર મહાત્મ્યમાં જૂનાગઢનું નામ કરણ કુંબ્જ હોવાનું નોંધવામાં આવ્યું હતું.

ગિરનાર મહાત્મ્ય શ્લોકમાં ઉલ્લેખ :ગિરનાર મહાત્મ્યના એક શ્લોકમાં જૂનાગઢના ચાર નામોનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં મણીપુર ચંદ્રકેતુપુર રૈવત અને પૌરાતનપુર પાણીનીના ગણપાઠ અને રુદ્રદામાના શિલાલેખોમાં જૂનાગઢને ગીરીનગર તરીકે ઓળખવામાં આવતો હતો. ઈ.સ.458 ના સ્કંદગુપ્તમાં જૂનાગઢનો ખાલી નગર તરીકે ઉલ્લેખ કર્યો હતો.

જૂનાગઢના વિવિધ શાસક :તો ઇસવીસન બીજાથી પાંચમાં સૌકા સુધીના અરબી અને ફારસી અભિલેખોમાં જૂનાગઢને ઉજ જયંત કે ગીરીનગર તરીકે ઓળખવામાં આવતું હતું. જુના શાસકોના શિલાલેખોમાં જુનાગઢ જીર્ણ પ્રકાર તો વિદેશી લેખકોએ જૂનાગઢના વિદેશી શાસકો જેવા કે યવનો, ગ્રીકો અને પરદેશી શાસકના શાસન દરમિયાન મીનેન્ડર પરથી જૂનાગઢનું નામ મીનનગર, તો યવનોના શાસનકાળમાં જૂનાગઢનું નામ યવનગઢ કરાયું હતું.

જાણ્યા અજાણ્યા નામ :મહંમદ બેગડાએ જૂનાગઢ પર ચડાઈ કરીને જૂનાગઢ પર ફતેહ હાંસલ કર્યા બાદ જૂનાગઢનું નામ મુસ્તુફાબાદ કર્યું હતું. મહમદ બેગડાના સમયમાં ચલણી સિક્કામાં જૂનાગઢના નામનો ઉલ્લેખ મુસ્તુફાબાદ તરીકે કર્યો હતો. પરંતુ આ નામ લોકોની જીભે જામ્યું નહીં, જેને કારણે તે ખૂબ પ્રસિદ્ધ ન થયું. આ સિવાય જૂનાગઢને ઉગ્રસેનગઢ કે જુણ્ણદુગ્ગ પણ કહેવાયું હતું. આ તમામ નામો ચુડાસમા યુગમાં પ્રચલિત થયા હોવાનું જોવા મળે છે.

આખરે મળ્યું જૂનાગઢ :ઉપરકોટના ઇ.સ 1451 માં લખેલા શિલાલેખમાં જીર્ણ દુર્ગ શબ્દ મળ્યો હતો. પરંતુ જૂનાગઢનું અંતિમ નામ જૂનાગઢ 14 મી સદીથી સતત જળવાયેલું જોવા મળે છે. જૂનાગઢને આજે પણ ઘણા લોકો ખૂબ જ પ્રેમપૂર્વક જૂનાણું કહીને પણ ઓળખે છે.

  1. આજે વિશ્વ રંગમંચ દિવસ, જીવંત નાટક થકી લોકોની વચ્ચે જવાનું એક સુંદર માધ્યમ : રંગભૂમિ - World Theater Day
  2. અહો આશ્ચર્યમ ! જૂનાગઢમાં 'ટાયસન'નું સફળ સીટી સ્કેન થયું, એક વર્ષથી બિમાર હતો પોરબંદરનો શ્વાન - CT Scan Of Dog

ABOUT THE AUTHOR

...view details