રાજકોટઃજન્માષ્ટમીનો તહેવાર આવી ગયો છે. ભાવિકો સહિત સૌ કોઈ કૃષ્ણ જન્મના વધામણા કરવા આતુર બન્યા છે. વિશાળ સંખ્યામાં ભાવિકોનું મહેરામણ રંગેચંગે કૃષ્ણ જન્મને વધાવવા માટે કૃષ્ણ મંદિરમાં ઉમટશે. ભગવાનને શણગાર ભોગ, બાલભોગ તેમજ છપ્પનભોગ જેવા ભોગ ધરાવવામાં આવશે. જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણીઓ ચાલી રહી છે ત્યારે ઉપલેટાના લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી દ્વારા કૃષ્ણ લીલાની ઝાંખીઓ કરાવવામાં આવી છે ત્યારે સાંભળો કૃષ્ણ લીલાની વાતો.
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે ઉપલેટાના દેવરાજ ગઢવીની વાણીએ સાંભળો કૃષ્ણ લીલા - Krishna Janmashtami 2024 - KRISHNA JANMASHTAMI 2024
જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણીઓ ચાલી રહી છે ત્યારે ઉપલેટાના લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી દ્વારા કૃષ્ણ લીલાની ઝાંખીઓ કરાવવામાં આવી છે ત્યારે સાંભળો કૃષ્ણ લીલા ની વાતો. - Krishna Janmashtami 2024
Published : Aug 25, 2024, 5:45 PM IST
ભારત ભરમાં આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હાલમાં મથુરા હોય કે દ્વારકા, વૃંદાવન કે પછી ડાકોર ઠેરઠેર મંદિરોમાં જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવશે. આપ જાણો જ છો કે, કૃષ્ણને ના માત્ર મહાભારતના યુદ્ધ માટે પણ તેમની લીલાઓ માટે પણ એટલા જ યાદ કરાય છે. આજે પણ કૃષ્ણ લીલાથી લઈ જગન્નાથ સુધીના કૃષ્ણના તમામ સ્વરૂપો અને તેની પાછળની જાણકારી મોટા ભાગના ભક્તોને છે. તો આવો હાલ ખાસ અવસરે આ ખાસ રાગથી કૃષ્ણ લીલા સાંભળીએ...