જુનાગઢ:ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા હવે તેની ચરમશીમા પર જોવા મળી રહી છે, લાખોની સંખ્યામાં પરિક્રમાથીઓ ભવનાથ તરફ આવી રહ્યા છે. ત્યારે કેટલાંક જૂની પેઢીના પરિક્રમાઓ આજે પણ સતયુગમાં જે પ્રકારે પરિક્રમા ચાલતી હતી, તેની પ્રતીતિ કરાવી રહ્યા છે.\
આજે પણ પરિક્રમામાં એવા અનેક પરિક્રમાથીઓ આવી રહ્યા છે કે, જે ચાર દિવસ સુધી પરિક્રમા કરીને સાથે લાવેલા અનાજ અને શાકભાજી માંથી જંગલમાં વન ભોજન બનાવીને સાચા અર્થમાં પરિક્રમાને માણી રહ્યા છે.
જુની પેઢીના પરિક્રમાર્થીઓએ સતયુગમાં ચાલતી પરિક્રમાની પ્રતીતિ કરાવી (Etv Bharat Gujarat) વન ભોજન સાથે આગળ વધતી લીલી પરિક્રમા
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધાવ ઉમટી પડ્યાં છે. જય ગિરનારીના નાદ સાથે શ્રદ્ધાળુઓ ગરવા ગિરનારની પરિક્રમા કરી રહ્યા છે, સતયુગથી ચાલતી આવતી આ પરિક્રમા આજે કળિયુગમાં પણ સતયુગની પ્રતીતિ કરાવી રહી છે. પરિક્રમા દરમિયાન તેના ધાર્મિક મૂલ્યોની વાત કરીએ તો પ્રત્યેક પરિક્રમાર્થીઓએ ચાર પડાવ પરિક્રમામાં કરવાના હોય છે. જેમાં તેમની સાથે લાવેલા અનાજ અને શાકભાજી માંથી પ્રત્યેક પડાવમાં ભોજન પ્રસાદ બનાવીને પરિક્રમા આગળ વધારવાની હોય છે.
ઘરેથી લાવેલા સામાનમાંથી જ વન ભોજન બનાવતી પરીક્રમાર્થી મહિલાઓ (Etv Bharat Gujarat) સતયુગની પરિક્રમાની પ્રતીતિ:આજે આધુનિક યુગમાં અન્નક્ષેત્રોની ખૂબ સારી વ્યવસ્થાની વચ્ચે પણ કેટલાંક જૂની પેઢીના પરિક્રમાર્થીઓ આજે પણ પરિક્રમા પથમાં જોવા મળે છે, જે સતયુગમાં ચાલતી આવતી પરંપરા મુજબ પરિક્રમા કરતા જોવા મળી રહ્યા છે. જૂની પેઢીના પરિક્રમાર્થીઓ તેમની સાથે લાવેલા અનાજ અને શાકભાજી માંથી વન ભોજન બનાવીને સાચા અર્થમાં પરિક્રમાને સતયુગની પરિક્રમા બનાવી રહ્યા છે.
વન ભોજન દ્વારા પુણ્યનું ભાથું બાંધ્યાનો સંતોષ કરતા પરીક્રમાર્થીઓ (Etv Bharat Gujarat) સાથે લાવેલા ભોજનમાંથી પ્રસાદ પરિક્રમાનું પુણ્ય
પરિક્રમાની પુણ્યશાળી પાસાની વાત કરીએ તો સતયુગમાં જ્યારે પરિક્રમા શરૂ થઈ હતી, ત્યારે પણ દેવી દેવતાઓ દ્વારા વનભોજન બનાવીને પરિક્રમા પૂર્ણ કરાઈ હતી, આવી માન્યતા આજે પણ જોવા મળે છે. આધુનિક યુગમાં અન્ન ક્ષેત્રો પરિક્રમા પથ પર ધમધમી રહ્યા છે. કોઈપણ પરિક્રમાર્થીને 24 કલાક ક્યારેય પણ ભોજન પ્રસાદની જરૂરિયાત ઊભી થાય તેના માટે અન્ન ક્ષેત્ર સતત કામ કરતાં જોવા મળી રહ્યાં છે. જોકે, આજે જૂની પેઢીના લોકો પરિક્રમાના સાચા ધાર્મિક મૂલ્યને સમજીને પરિક્રમા કરી રહ્યા છે.
વન ભોજનની પરંપરા જાળવી રાખતા જૂની પેઢીના પરીક્રમાર્થીઓ (Etv Bharat Gujarat) પરિક્રમાના નિર્ધારિત પડાવોમાં તેમની સાથે રહેલા અનાજ અને શાકભાજી માંથી બિલકુલ કુદરતને ખોળે ભોજન પ્રસાદ બનાવીને આરોગી રહ્યા છે. આ પ્રકારની પરંપરા જૂની પેઢીના પરિક્રમાર્થીઓમાં આજે પણ અકબંધ જોવા મળે છે. જે લોકો વર્ષોથી પરિક્રમા કરે છે અને પરિક્રમાના સાચા ધાર્મિક મૂલ્યથી વાકેફ છે, તેવા તમામ પરિક્રમાર્થીઓ પરિક્રમા પૂર્ણ થાય ત્યાં સુધી તેમની સાથે રહેલા અનાજ અને શાકભાજી માંથી ભોજન પ્રસાદ બનાવીને સ્વયંમ આરોગે છે, અને સાથે જો કોઈ વ્યક્તિ ભળવા માંગે તો તેને પણ પ્રેમપૂર્વક જમાડે છે.
આ પરિક્રમાનુ પરંપરિક મહત્વ પણ છે, આ રીતે કરવામાં આવેલી પરિક્રમા સાચા અર્થમાં પૂર્ણ થાય છે, જેથી કરીને જૂની પેઢીના પરિક્રમાર્થીઓ આજે પણ પરંપરાગત પરિક્રમામાં વિશ્વાસ ધરાવે છે અને દર વર્ષે આ જ પ્રકારે પરિક્રમા પૂર્ણ કરીને ભવભવનું ભાથું બાંધીને પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે.
- જાણો ગિરનારની લીલી પરિક્રમાના 4 પડાવોનું શું છે ધાર્મિક મહત્વ
- 'શ્રીકૃષ્ણએ તેમના સખાઓ સાથે શરૂ કરી હતી સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા', જાણો ઈતિહાસ