અમદાવાદ :રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં B.Com અને BA જેવા સામાન્ય કોર્ષની વાર્ષિક ફી 5 થી 6 હજાર રૂપિયા છે, જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવી છે. જેને લઇને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. NSUI દ્વારા 24 કલાકમાં ફી ઘટાડવા અલ્ટીમેટમ આપ્યું છે. સાથે જ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા સરકારને માંગ કરી છે.
ખાનગી યુનિવર્સિટીમાં કોર્સની ફી મામલે NSUI દ્વારા વિરોધ (ETV Bharat Reporter) NSUI દ્વારા ઉગ્ર વિરોધ :નવરંગપુરામાં આવેલી અમદાવાદ યુનિવર્સિટીમાં એક વર્ષની 4.60 લાખ ફી વસૂલવામાં આવી રહી છે, જ્યારે સરકારી યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્સ વાર્ષિક 5 થી 6 હજાર રૂપિયાની ફીમાં ભણાવવામાં આવે છે. આ મુદ્દે NSUI કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા સરકારને માંગ કરી છે.
"સરકારને જાણ છે છતાં ખાનગી યુનિવર્સિટી લાખો રૂપિયા ફી વસૂલી રહી છે. સરકારનો અંકુશ જ નથી. સરકારે ખાનગી યુનિવર્સિટીઓને FRC હેઠળ લાવવી જોઈએ. 24 કલાકમાં અમદાવાદ યુનિવર્સિટી ફી ઘટાડો નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે."-- વિક્રમસિંહ ગોહિલ (NSUI નેતા)
ખાનગી યુનિવર્સિટીની મનમાની :NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા માત્ર સરકારી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી છે, જેથી સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ફી બાબતે અંકુશમાં રહે છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી નથી, તેથી ખાનગી યુનિવર્સિટી મનમાની મુજબ ફી વસૂલી રહી છે. ખાનગી યુનિવર્સિટી પર સરકારનો પણ અંકુશ નથી, જેના કારણે ખાનગી યુનિવર્સિટીઓ બેફામ બની છે.
અમદાવાદ યુનિવર્સિટીનું વાર્ષિક ફી સ્ટ્રક્ચર :
- બેચલર ઓફ આર્ટસ - 4.60 લાખ
- બેચલર ઓફ સાયન્સ મેનેજમેન્ટ - 4.60 લાખ
- બેચલર ઓફ કોમર્સ - 4.60 લાખ
- બેચલર ઓફ સાયન્સ - 4.60 લાખ
- બેચલર ઓફ ટેકનોલોજી - 3.50 લાખ
- ડ્યુઅલ DIGIR પ્રોગ્રામ ઇન્ટીગ્રેટેડ આર્ટસ - 4.60 લાખ
મોટાભાગના કોર્સ ચાર વર્ષના છે, જેથી 15 થી 18 લાખ રૂપિયા ફી લેવામાં આવે છે. જ્યારે સરકારી યુનિવર્સિટીમાં 25 થી 30 હજાર વસૂલવામાં આવી રહ્યા છે.
- અમારી જમીન અમને પછી આપો'ના નારા, NSUI દ્વારા નાટકીય ઢબે વિરોધ
- GMERS મેડિકલ કોલેજના ફી વધારાને લઈ NSUI અને ABVP દ્વારા વિરોધ