ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર વરતેજમાં એક્સપાયર બોટલ ચઢાવવાના કેસમાં માત્ર નોટીસ: 48 આરોગ્ય કેન્દ્રને આપવામાં આવી સૂચનાઓ, જાણો - expired bottle was given to patient

ભાવનગરના વરતેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી બોટલ ચઢાવવાના કેસમાં હોસ્પિટલના જવાબદાર તમામ કર્મચારીઓને નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો છે. ગંભીર બેદરકારીને લઈને હજુ નોટિસ જ આપવામાં આવી છે, જ્યારે અન્ય 48 કેન્દ્રોને પણ સૂચનાઓ આપવામાં આવી છે. જાણો વિગતથી આ અહેવાલમાં. expired bottle was given to patient

48 આરોગ્ય કેન્દ્રને આપવામાં આવી સૂચનાઓ
48 આરોગ્ય કેન્દ્રને આપવામાં આવી સૂચનાઓ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2024, 1:45 PM IST

ભાવનગર:શહેરના વરતેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસો પહેલા દર્દીઓને એક્સપાયર થયેલા બોટલ ચઢાવવામાં આવ્યા હતા. જેને આજે ઘણા દિવસો થયા છતાં પણ માત્ર નોટિસ આપીને આરોગ્ય વિભાગ હાથ ઉપર હાથ દઈને બેઠુ છે, ત્યારે અન્ય આરોગ્ય કેન્દ્રને માત્ર સૂચનાઓ અપાય છે. શું કહે છે આરોગ્ય અધિકારી જાણીએ.

એક્સપાયર દવા આપવા બદલ માત્ર નોટીસ: ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારી ચંદ્રમણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'વરતેજ સામુહિક કેન્દ્ર ખાતે એક દર્દીને સારવાર દરમિયાન દવા આપવામાં આવી હતી, એમાં આઇવી બોટલ એક્સપાયરી ડેટની હતી આ બાબત જાણવા મળી હતી. પરિણામે સમગ્ર ઘટનાની વિગત જાણવા માટે નોટિસ આપી છે અને જે સંલગ્ન કર્મચારી છે ફાર્મસીસ હોય એ સ્ટાફ નર્સ હોય બધાનો જવાબ આવી જાય એના પછી જ નિર્ણય કરીશું.'

ભાવનગર વરતેજમાં એક્સપાયર બોટલ ચઢાવવાના કેસમાં માત્ર નોટીસ (Etv Bharat Gujarat)

આરોગ્ય કેન્દ્રોને સૂચન દિશા નિર્દેશ: જિલ્લા પંચાયતના આરોગ્યના અધિકારી ચંદ્રમણી કુમારે જણાવ્યું હતું કે, 'આવા બનાવ ન બને તે માટે દરેક મહિનાની છઠ્ઠી તારીખે દરેક આરોગ્ય કેન્દ્ર ઉપર સામાન્ય રીતેની દવાઓ, બિનજરૂરી દવાઓ અને તમામ કેમ્પસની સફાઈને કામગીરી કરવામાં આવે છે. આ જે ચર્ચા થયેલ છે તે મુજબ આ બનાવમાં એમને મેઇન સ્ટોરમાંથી એક્સપાયરી ડેટના બોક્સ બહાર કાઢ્યા પરંતુ જે જીપીસીબીના નિયમ પ્રમાણે જે નિકાલ કરવાનો હતો, એ બોક્સ નિકાલ કરી શક્યા નહોતા અને ત્યાં જ પડેલી હતી અને ભૂલમાં એમાંથી બોટલ કાઢીને ટ્રીપમાં આપી દેવામાં આવી છે.'

શુ શુ આરોગ્ય કેન્દ્રને કરવા સૂચન: આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમારે જણાવ્યું હતું કે, 'આવી ઘટના ફરી ન બને તે માટે અમારા નીચેના તમામ 48 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રને એ જ દિવસે અમે સૂચના આપી કે ફરીથી એ લોકો વેરીફાઈ કરી લે, એમના સ્ટોરમાં OPD વિભાગમાં ઇન્ડોર વિભાગમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ એક્સપાયર દવાઓ ન રહે અને એવું હોય તો એના નિયમ અનુસાર તેનો નિકાલ કરે . ઉપરાંત આવું ફરીથી બનાવ ન બને અને એટલા માટે સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે કોઈપણ દર્દીને દવા આપતા પહેલા આપણે એક વખત ખાતરી કરીએ કે આ દવા મુદત વીતી ગયાનું છે કે કેમ તો આવા ભૂલ નિવારી શકાય છે.'

આ પણ વાંચો:

  1. સિદ્ધપુર માતૃગયા તીર્થ બિંદુ સરોવર પર શ્રદ્ધાળુઓની ભીડ, રોજ 3 હજારથી વધુ માતૃશ્રાદ્ધ થાય છે - Siddhapur Tirtha Bindu Sarovar
  2. લાંચિયા અધિકારી : તલાટી અને પંચાયતના સભ્યએ માંગી લાંચ, ACB ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા - Bhuj ACB trap

ABOUT THE AUTHOR

...view details