ગુજરાત

gujarat

ETV Bharat / state

શાળામાં ન્યુઝ ચેનલ કે ન્યુઝ ચેનલમાં શાળા! નવસારીની રંગપુર સરકારી શાળાનો નવત્તર પ્રયોગ - NEWS CHANNEL STARTED IN SCHOOL

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ રંગપુર ગામની શાળાએ શૈક્ષણિક નવીનતાના ઉદાહરણરૂપ “રંગપુર ન્યુઝ” નામની ન્યુઝ ચેનલ શરૂ કરી છે. જેમાં વિદ્યાર્થીઓ જાતે એન્કરીંગ કરે છે.

નવસારીની રંગપુર સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પોતાની ન્યુઝ ચેનલ ચલાવે છે.
નવસારીની રંગપુર સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પોતાની ન્યુઝ ચેનલ ચલાવે છે. (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 10:53 AM IST

Updated : Jan 31, 2025, 12:01 PM IST

નવસારી:જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ રંગપુર ગામની શાળાએ શૈક્ષણિક નવીનતાના ઉદાહરણરૂપ “રંગપુર ન્યુઝ” નામની ન્યુઝ ચેનલ શરૂ કરી છે. શાળાની પ્રવૃત્તિઓ અંગે બાળકો જાતે ન્યુઝ બનાવે છે, જેના થકી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમના ભાષણકૌશલ્યમાં સુધારાઓ જોવા મળ્યા છે. આ પ્રયોગથી બાળકીઓ હવે બોલવામાં વધુ નિખાર લાવી રહી છે. શાળાના આ ઉત્તમ પ્રયાસથી વિદ્યાર્થીઓ શાળાની પ્રવૃત્તિઓ અંગે ન્યુઝ બનાવતા શીખે છે. ખાસ કરીને બાળકીઓની બોલવાની ક્ષમતા વધવા સાથે તેમની વ્યક્તિત્વ વિકસાવવાનું કાર્ય થઇ રહ્યું છે.

શિક્ષણમંત્રીએ લીધી શાળાની મુલાકાત: આ પ્રયોગના માધ્યમથી બાળકીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ ભાષણકૌશલ્યમાં નવો નિખાર લાવી રહી છે. રંગપુર શાળાનું આ નવું પગલું શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રેરણાદાયી બની રહ્યું છે. ત્યારે બીજી તરફ વાલીઓ તેમજ ગ્રામજનો બાળકોના આ નવા અભિગમથી શાળામાં ચાલતી તમામ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ રહ્યા છે.

નવસારીની રંગપુર સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પોતાની ન્યુઝ ચેનલ ચલાવે છે. (ETV BHARAT GUJARAT)
નવસારીની રંગપુર સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પોતાની ન્યુઝ ચેનલ ચલાવે છે. (ETV BHARAT GUJARAT)

ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર એ પણ રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ચલાવવામાં આવતા ન્યુઝ ચેનલની સરાહના કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોની આ અનોખી સિદ્ધિને તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂકી અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયક બતાવી છે.

રંગપુર શાળાનો નવત્તર પ્રયોગ: આજના હરીફાઈના યુગમાં ઓછી આવક હોવા છતાં પણ વાલીઓ પોતાના બાળકોને નછૂટકે ખાનગી ફાઇવસ્ટાર કલ્ચરવાળી શાળામાં ભણાવવા મજબૂર બન્યા છે. સ્પર્ધાત્મક યુગમાં બાળકોને ગુણવતા યુક્ત શિક્ષણ અપાવવા વાલીઓ હાથમાં દીવો લઈને નીકળે તો પણ ગેરંટી મળતી નથી. ગુણવત્તાયુક્ત શિક્ષણ હવે માત્ર ખાનગી સ્કૂલ પૂરતું સીમિત રહ્યું નથી. રાજ્યની કેટલીક સરકારી શાળાઓ પણ સકારાત્મક અભિગમથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં સક્ષમ છે. તેમાંની એક કહી શકાય તેવી રંગપુર પ્રાથમિક શાળા જેમાં વિદ્યાર્થીઓના ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારવા શાળા દ્વારા નવત્તર પ્રયોગની શરુઆત વર્ષો પહેલા કરી હતી. જેનું સર્વશ્રેષ્ઠ પરિણામ શાળાને મળ્યું છે.

વિદ્યાર્થીઓ એંકર બનીને ન્યુઝ વાંચે છે:નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામમાં આદિવાસી વિદ્યાર્થીઓ શહેરના વિદ્યાર્થીઓની જેમ સારી રીતે અભિવ્યક્ત થતા નથી. જેથી તેમનામાં રહેલો ભય દૂર કરવા માટે શિક્ષકો દ્વારા એક ન્યુઝ ચેનલની શરૂઆત કરી જેમાં વિદ્યાર્થીઓ જાતે ન્યૂઝ એંકર બનીને શાળામાં એક મહિનામાં બનેલી ઘટનાઓ વાંચી જાય છે. આવા ઉત્કૃષ્ટ પ્રયાસથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે.

આ પણ વાંચો:

  1. નવસારી: દોઢ વર્ષથી આચાર્ય વિના શાળા ચાલતી હતી, રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્કૂળને તાળાબંધી કરી દીધી
  2. રખડતા શ્વાનોનો હાહાકાર! નવસારીમાં 2 દિવસમાં કૂતરા કરડવાના 50થી વધુ કેસો નોંધાયા
Last Updated : Jan 31, 2025, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details