ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં જગન્નાથજીની 147મી રથયાત્રા પૂર્વે યોજાઇ નેત્રોત્સવ વિધિ, જુઓ કેવો છે મંદિરનો માહોલ... - Jagannath Rath Yatra 2024

ભગવાન જગન્નાથ મદિરમાં ભંડારો બનાવવાનું શરૂ થઈ ગયું છે. જે લોકો પાસે ભોજન પાસ હોય તેમને ધીમે ધીમે મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. થોડીવારમાં સાધુ સંતો અને ભક્તો માટે ભંડારો યોજાશે. ભગવાનની પ્રસાદી લેવા માટે મોટી સંખ્યામાં લોકોએ લાંબી લાઈન લગાવી છે. Jagannath Rath Yatra 2024

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 1:45 PM IST

અમદાવાદમાં જગન્નાથજીની 147મી રથયાત્રા પૂર્વે યોજાઇ નેત્રોત્સવ વિધિ
અમદાવાદમાં જગન્નાથજીની 147મી રથયાત્રા પૂર્વે યોજાઇ નેત્રોત્સવ વિધિ (Etv Bharat Gujarat)

અમદાવાદ:7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. આજે ભગવાન સરસપુર પોતાના મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. માન્યતા અનુસાર, મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આ નેત્રોત્સવની વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ-સંતોને દૂધપાક અને માલપુઆનો ભંડારો યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યા છે અને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે.

અમદાવાદમાં જગન્નાથજીની 147મી રથયાત્રા પૂર્વે યોજાઇ નેત્રોત્સવ વિધિ (Etv Bharat Gujarat)

શું છે નેત્રોત્સવ વિધિ?: એવી માન્યતા છે કે મોસાળમાં કેરી, જાંબુ વધારે ખાવાથી ભગવાનને આંખો આવી જાય છે. જેથી ભગવાનને રાહત થાય તે માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિનું આયોજન કરવામાં આવે છે. જે બાદ મંદિરમાં સાડા નવ વાગ્યે ધ્વજારોહણની વિધિનું આયોજન કરાયું છે.

સાધુ સંતોનો ભંડારો યોજાયો: દેશભરમાંથી સાધુ સંતો જગન્નાથ મંદિરે દર્શનાર્થે આવ્યા છે. ભંડારામાં આજે કાળી રોટી અને સફેદ દાળ (દૂધપાક-માલપુઆ) નું મહત્વ છે. આજે 20,000 સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ચણા અને બટાકાનું 5 હજાર કિલોનું શાક, 10,000 લીટર દૂધપાક, 10,000 લીટર કઢી, 3,000 કિલો લોટનાં માલપુઆ, 1,000 કિલો લોટની પૂરી, 1,000 કિલો ભાત અને 3,000 કિલો ભજીયા તૈયાર કરવામાં આવ્યા છે. મામેરાના યજમાનના ઘરેથી ભગવાન મોસાળમાં પરત આવે તે પહેલા યજમાનના ઘરે ભવ્ય અન્નકૂટ યોજાયો હતો. જેમાં આ વખતે ભગવાનની 147મી રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે તેમની સાથે ભક્તો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ મિષ્ઠાન, નમકીન સહિત અન્ય વાનગીઓ મળી કુલ 147 વાનગી ભગવાન સમક્ષ શાસ્ત્રોક્ત વિધિ સાથે ધરાવવામાં આવી હતી. ત્યારબાદ અન્નકૂટની આરતી થઈ હતી.

સંતો સહિત અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યા: જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ સામેલ થઇ રહ્યા છે. ધ્વજારોહણ વિધિમાં અનેક રાજકીય પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટર્સ પણ હાજરી આપશે. જે બાદ સવારે 11 વાગે મંદિરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં સંતોનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત મંદિરમાં ભવ્ય ભંડારા અને વસ્ત્રદાનું પણ આયોજન કરવામાં આવશે.

પ્રસાદી લેવા લોકો પડાપડી:ભક્તોને મહિમા રથમાં બિરાજમાન જગન્નાથજીના દર્શનનો છે તેટલો જ મહિમા રથયાત્રામાં મળતા મગની પ્રસાદને ગ્રહણ કરવાનો પણ છે. કારણ કે ૧ મગ પ્રસાદ વગર તો આખી રથયાત્રા અધુરી જ લાગે છે.ભગવાનને મગની પ્રસાદી લોકો એટલી ચડાવે છે કે કેટલાક ટનમા પ્રસાદ થતો હોય છે.ભગવાનની પ્રસાદી મગ અને જાંબુની પ્રસાદી લેવા માટે પણ લોકો પડાપડી કરતા હોય છે એથી જાણી શકાય છે કે મગનું મહત્વ કેટલું છે.

  1. પરબ ધામમાં અષાઢી બીજના મેળાની તૈયારીનો ધમધમાટ, બે લાખ કરતા વધુ ભાવિકો ઉમટવાનો અંદાજ - Ashadhi bij celebration
  2. ભગવાન જગન્નાથજીના ભવ્ય મામેરાના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા - Jagannath mameru

ABOUT THE AUTHOR

...view details