ગુજરાત

gujarat

ETV Bharat / state

31 ડિસેમ્બર પહેલા નવસારી LCB એક્શન મોડમાં: ચીખલીમાં રેડ પાડી દારૂ કર્યો જપ્ત - LCB POLICE RAID

31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને નવસારી LCB પોલીસે ચીખલી તાલુકાના મીણકચ્છ ગામેથી મોટી માત્રામાં વિદેશી બનાવટનો દારૂ પકડી પાડ્યો છે.

નવસારી LCB બુટલેગરો સામે આવી એક્શનમાં
નવસારી LCB બુટલેગરો સામે આવી એક્શનમાં (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2024, 7:23 AM IST

નવસારી: 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને નવસારી LCB પોલીસે ચીખલી તાલુકાના મીણકચ્છ ગામેથી મોટી માત્રામાં વિદેશી બનાવટનો દારૂ પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે દારૂની કર્ટિંગ કરતાં સમયે પોલીસે રેડ કરી હતી. આ રેડમાં 6 આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી છુટતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

31 ડિસેમ્બરની ઉજવણી માટે ગુજરાતમાં દમણથી મોટી માત્રામાં દારૂની હેરફેર કરવામાં આવે છે. આ દારૂ થકી બુટલેગરો લાખો રૂપિયાનો વેપલો કરે છે. આવા બુટલેગરો પર કમર કસવા માટે નવસારી એલસીબી પોલીસ એક્શનમાં આવી હતી. નવસારી LCB પોલીસે ચીખલી તાલુકાના મીણ કચ્છ ગામેથી દારૂની કાટીંગ કરતી સમયે રેડ કરી હતી.

પોલીસે રેડ દરમિયાન 14,18,268 રૂપિયાની 8844 વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી. સમગ્ર રેડ દરમિયાન 6 આરોપી ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમ, 31 ડિસેમ્બર નજીક જ છે, ત્યારે પોલીસની આ મોટી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વોન્ટેડ આરોપીઓના નામ:

  1. કેવલ સુરેશભાઈ પટેલ
  2. છીબુ હરીશભાઈ પટેલ
  3. રીંકલ મુકેશભાઈ પટેલ
  4. મિનેશ સુમનભાઈ પટેલ
  5. મેહુલ મનુભાઈ પટેલ
  6. અંકિત પટેલ

આ પણ વાંચો:

  1. કચ્છમાં શિક્ષણ રામ ભરોસે ! શિક્ષકોની જિલ્લા ફેરબદલી થતા કટોકટીની સ્થિતિ સર્જાઈ
  2. PMJAY કાંડ 2.0: નરોડાની શેલ્બી હોસ્પિટલ આવી વિવાદમાં, સારવાર દરમિયાન 62 વર્ષીય દર્દીનું મોત...

ABOUT THE AUTHOR

...view details