ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના દેવસર ગામે વિકરાળ આગ લાગી, ત્રણ વ્યક્તિના મોત થયા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામે ભયાનક આગનો બનાવ બન્યો છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે, અન્ય ત્રણ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે.

નવસારીના દેવસર ગામે વિકરાળ આગ લાગી
નવસારીના દેવસર ગામે વિકરાળ આગ લાગી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 12:52 PM IST

Updated : Nov 9, 2024, 2:47 PM IST

નવસારી : ગણદેવીના દેવસર નજીક આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કેમિકલ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી. આ બનાવમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે બે વ્યક્તિ હજુ લાપતા છે. ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબૂ મેળવ્યો છે.

દેવસર ગામે થયો બ્લાસ્ટ :નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામે આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં આગનો બનાવ બન્યો છે. આજે સવારે 8:30 વાગ્યે સાત લોકો ટ્રકમાંથી થીનર નામના કેમિકલના બેરલ ઉતારી રહ્યા હતા. આ દરમિયાન થીનર કેમિકલનું બેરલ જમીન પર પડતા બ્લાસ્ટ થયો અને આગ લાગી હતી.

નવસારીના દેવસર ગામે વિકરાળ આગ લાગી (ETV Bharat Gujarat)

ગોડાઉન અને કારખાનામાં આગ પ્રસરી :બ્લાસ્ટ બાદ લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બાજુમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉન અને કબાટ બનાવવાના કારખાનામાં આગ પ્રસરી હતી. જોત જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે, ગોડાઉનની અંદર કામ કરતા આઠ લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં સ્થળ પર ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે બે વ્યક્તિ હજુ પણ ગુમ છે.

ત્રણ લોકોના કરૂણ મોત :આગની ઘટનામાં ગોડાઉન મેનેજર અનુપ કુમાર અને મજૂર નિલેશ રાઠોડનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય મૃતકની ઓળખ થઈ શકી નથી. વલસાડ સિવિલમાં સારવાર લઈ રહેલા ટ્રક ડ્રાઇવર જીતેન્દ્રસિંહ અને હેમંત બાજેગર 30 ટકા દાઝ્યા હતા. જોકે, આગની ઘટનામાં હજુ પણ બે લોકો લાપતા છે. આગના કારણે દાઝી ગયેલા ત્રણ વ્યક્તિઓને બીલીમોરાની મેંગોસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

નવસારીના દેવસર ગામે વિકરાળ આગ લાગી (ETV Bharat Gujarat)

બચાવ અને રાહત કામગીરી :હાલ તો બીલીમોરા ગણદેવી અને નવસારીની ફાયર ફાઈટરની ટીમે સાથે મળી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. આ બનાવની જાણ થતા ગણદેવી મામલતદાર અને ચીખલી પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત ચીખલી DySp, નવસારી LCB સહિત સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને આગ કેવી રીતે લાગી તેની તપાસ કરી રહી છે.

મૃતકોને સહાય માટે રજૂઆત :ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને તંત્રને જરૂરી સૂચનો કરી ઘાયલોની સારવાર અંગેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય પટેલ દ્વારા મુખ્યમંત્રી સાથે વાત કરી મૃતકોને સહાય અને ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તે માટેની રજૂઆત કરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

  1. નવસારીની ખાનગી બસને નડ્યો અકસ્માત, એક વ્યક્તિનું મોત
  2. નવસારીમાં વરસાદ બાદ વિજળી: આકાશી દ્રશ્યોનો વિડીયો
Last Updated : Nov 9, 2024, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details