હૈદરાબાદ:ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સાથેના રાજ્યના કેટલાક ભાગોમાંથી પાછું જઈ રહ્યું છે. જોકે, રાજ્યમાં ગયા અઠવાડિયે વરસાદનો નોંધાયો હતો. ઉપરાંત આજથી નવરાત્રિ શરૂઆત થઈ રહી છે ત્યારે તમામનું ધ્યાન હવે હવામાનની આગાહી અને તેના સમાચાર પર છે કે આગામી બે અઠવાડિયા વાતાવરણ કેવું રહેશે.
ખેલૈયાઓ ભીંજશો કે સૂખા રહેશો: આ સમય દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી અઠવાડિયા માટે તાજેતરમાં રજૂ કરાયેલા પૂર્વાનુમાન અનુસાર રાજ્યના દક્ષિણ જિલ્લાઓને છોડીને બાકીના સંપૂર્ણ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. એટલે કે આ બે અઠવાડિયા દરમિયાન આ વિસ્તારો શુષ્ક રહેવાની સંભાવના છે.
3 ઓક્ટોમ્બર થી 7 ઓક્ટોમ્બર સુધી હવામાન આગાહી: ભારતીય હવામામની માહિતી અનુસાર 3 ઓક્ટોમ્બર થી 7 ઓક્ટોમ્બર સુધી એટલે કે નવરાત્રિના આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં મુખ્યત્વે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
વરસાદ નડશે નહીં:હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન દર્શાવે છે કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ આ નવરાત્રિ મન ભરીને માણી શકશે.