જૂનાગઢ :નવરાત્રીનું પર્વ તેના અંતિમ ચરણો તરફ આગળ વધી રહ્યું છે. નવરાત્રીના નવ દિવસને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે, જેને તમસ, રજસ અને સાત્વિક ગુણ સાથે સરખાવવામાં આવે છે. પ્રથમ ત્રણ દિવસો તમસ, પછીના ત્રણ દિવસો રજસ અને બાકી રહેતા અંતિમ ત્રણ દિવસો સાત્વિક રૂપે મનાવવામાં આવે છે.
જગદંબાની સાધના અને આરાધના :નવરાત્રીનું આ પર્વ સાધના અને આરાધનાના પર્વ તરીકે પણ આદિ અનાદિ કાળથી ઓળખાય છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માં જગદંબાની સાધના અને આરાધનાનું પણ આટલું જ મહત્વ છે. જેના કારણે નવરાત્રિના નવ દિવસોને ત્રણ ભાગમાં વિભાજીત કરીને પ્રત્યેક વ્યક્તિ નવદુર્ગાની સાધના અને આરાધના કરી શકે તે માટેની એક પરંપરા આદિ અનાદિ કાળથી ચાલતી આવે છે.
નવરાત્રીમાં દશાંગ યજ્ઞનું મહત્વ (Etv Bharat Gujarat) તમસ, રજસ અને સાત્વિક ગુણ :નવરાત્રિના પ્રથમ ત્રણ દિવસો તમશ રૂપે મનાવવામાં આવે છે, જે મોટેભાગે મહાકાળીને સમર્પિત માનવામાં આવે છે. આ ત્રણ દિવસો દરમિયાન જીવનમાં રહેલા તમશ ગુણોને ત્યજવા માટે મહાકાળીની પૂજા આરાધના અને સાધના કરવામાં આવતી હોય છે. વચ્ચેના ત્રણ દિવસને રજશ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મહાલક્ષ્મીની પૂજા, સાધના અને આરાધના કરીને તમસ ગુણમાંથી મુક્ત થયેલ કોઈ પણ વ્યક્તિ રજશ ગુણમાં પ્રવેશ કરે છે. જેના થકી તે સુખ-સંપત્તિ અને સાધન પ્રાપ્ત કરતો હોય છે.
નવરાત્રીના નવ દિવસની સાધના અને આરાધના (ETV Bharat Gujarat) દશાંગ યજ્ઞનું મહત્વ :નવરાત્રીના અંતિમ ત્રણ દિવસો સાત્વિક ગુણ સાથે ઉજવવામાં આવે છે. તમસ ગુણ છોડ્યા બાદ રજસ ગુણ પ્રાપ્ત કરીને નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો સાત્વિક રૂપે જીવવામાં આવે છે. જેમાં મંત્ર, જાપ, યજ્ઞ કે દશાંગ યજ્ઞને માધ્યમ બનાવવામાં આવે છે. જેના કારણે નવરાત્રીના અંતિમ દિવસોમાં યજ્ઞ કે દશાંગ યજ્ઞનું આયોજન થાય છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પુણ્ય ફળ પ્રાપ્ત થાય તે માટે નવરાત્રિ દરમિયાન માતાની સાધના અને આરાધના કરી અને પૂર્ણાહુતિ માટે યજ્ઞ કરે છે.
- જુઓ મા દુર્ગાના મુખારવિંદના દિવ્યદર્શનનો ડ્રોન નજારો, લોકો થયાં મંત્રમુગ્ધ
- ઉપલેટાના રમાયો અઠીંગો રાસ, દોરી વડે રાસ રમતા જીવંત કરી કૃષ્ણ લીલા