સુરત:સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં નવરાત્રિની હર્ષોલ્લાસ સાથે નવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે સુરતના પાલ એરિયામાં ગૌરવ પથ રોડ ખાતે આયોજિત ગરબામાં ઝેરી સાપની એન્ટ્રી થઈ હતી. તમને જણાવી દઈએ કે, આ ગરબા ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મહેમાન તરીકે સુરતના પોલીસ કમિશનર આવ્યા હતા. ગ્રાઉન્ડમાં અંદાજિત 10,000 જેટલા ખેલૈયાઓ હતા. સૌ ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા હતા. આયોજકો સુરત પોલીસ કમિશનરની આગળ પાછળ હતાં.
તે જ સમયે ગરબા ગ્રાઉન્ડના મુખ્ય સ્ટેજ પાસે એક અત્યંત ઝેરી કોમન ક્રેટ પ્રજાતિનો સાપ દેખાયો હતો. સાપ આવ્યો હોવાની વાત આખા ગરબા ગ્રાઉન્ડમાં પ્રસરી જતા હાજર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
સુરતમાં મનમૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા વચ્ચે દેખાયો ઝેરી સાપ (Etv Bharat Gujarat) સાપ ગ્રાઉન્ડમાં દેખાયો હોવાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવતા સુરત ફાયર વિભાગની ટીમ તરત સ્થળ પર દોડી ગઈ હતી, અને સાપને પકડ્યો હતો. સાપ પકડાઈ જતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અહીં મોંઘીદાટ ફી ચૂકવી ગરબા રમવા જતાં લોકોની સલામતી માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેવા સવાલો પણ આયોજકો સામે ઉઠી રહ્યાં છે. લોકોનું માનવું છે કે, જો ગરબા ગ્રાઉન્ડમાં નાસભાગ મચી ગઇ હોત તો મોટી દુર્ઘટના થવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ હતી.
સુરતમાં મનમૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા વચ્ચે દેખાયો ઝેરી સાપ (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- સુરતમાં દુષ્કર્મની વધુ એક ઘટના ! ઘરકામ કરવા આવેલી સગીરા પર ઘરમાલિકે દુષ્કર્મ કર્યાનો આરોપ
- જૂનાગઢમાં ગરમે ઘૂમતા ખેલૈયાઓએ કર્યો ઇકોઝોનનો વિરોધ: સૂત્રો લખેલા પોસ્ટર સાથે રમ્યા ગરબા