નર્મદા: રાજપીપળામાં હરસિધ્ધિ માતાજીના મંદિરે વર્ષોથી નવરાત્રિનો મેળો યોજાતો હોય છે. આ મેળામાં મોટા ચકડોળોની લાખો ભક્તો મજા માણતા હોય છે. પંરતુ તંત્ર દ્વારા નવરાત્રિના પાંચ દિવસ થયા છતાં મોટા ચકડોળોને મંજુરી ન આપતા ભક્તો નારાજ થયા છે. વર્ષમાં એકવાર આવતા મેળામાં પણ મંજુરી ન મળવાને કારણે મેળામાં આવનાર ચકડોળની મજા લઈ શકતા નથી. આથી તંત્ર ચકડોળ ચાલુ કરવાની મંજુરી આપે એવી ભક્તો માંગ કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, એમ્યુઝમેંન્ટ પાર્ક માટે રાજપીપળા જીન કમ્પાઉન્ડનું મેદાન 10 દિવસ માટે 8 લાખના ભાડાથી રાખવામાં આવ્યું છે. આ મેળામાં 30 ટ્રકો ભરીને ચકડોળનો સામાન લાવવામાં આવ્યો હતો. જેનો ખર્ચ 8 લાખ તેમજ 2 લાખ જેટલી રકમ ફીટ કરવાની મજૂરી થાય છે. આ મેળો ચાલુ થતાં પહેલા મંજુરી માટે અરજીઓ કરવામાં આવી હતી જોકે તંત્ર તરફથી હજુ સુધી મંજુરી મળી નથી. હવે 18 થી 20 લાખનું રોકાણ કરી બેસનાર વ્યક્તિને મંજૂરી ન મળતા મોટી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજપીપળામાં નવરાત્રિના મેળામાં મોટા ચકડોળોને મંજુરી ન આપતા સહેલાણીઓ નારાજ (Etv Bharat Gujarat) હવે તો મેળાનો પાંચમો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે. હજુ પાંચ દિવસ બાકી છે ત્યારે વહેલી તકે મોટા ચકડોળોને મંજુરી મળે એ જરૂરી બન્યું છે. આ બાબતે અધિકારીઓનો સમાપર્ક કરતા અધિકારીઓ પણ એકબીજા પર ખો આપતા હોય એમ જણાવી રહ્યા છે. જેમાં તેઓ જણાવે છે કે મંજુરી માટે સેફ્ટી કમિટી બનાવી છે. માર્ગ મકાનના કાર્યપાલક ઇજનેર તેના અધ્યક્ષ છે. આ કમિટી જરૂરી ચકાસણી કરી પ્રાંત અધિકારી નાંદોદ મંજુરી આપશે. મંજુરીની સત્તા કમિટીને આપવામાં આવી છે.
તો બીજી બાજુ અહીં આવતા ભક્તોએ જણાવ્યું છે કે, રાજપીપળામાં વર્ષમાં એક વાર મેળો આવે છે. આ મોટા ચકડોળ પણ વર્ષમાં એક વાર આવે તો પણ આ વર્ષે ચકડોળ હજુ ચાલુ થયા નથી. અમે પૂછ્યું તો કહે છે કે, મંજુરી નથી, સેફ્ટી જરૂરી છે. પણ તંત્ર મંજુરી ક્યારે આપશે મેળો પુરો થઈ જશે પછી? પરિણામે આ મેળામાં વહેલી તકે મોટા ચકડોળ ચાલુ થાય એવી લોકોની માગ ઉઠી છે.
આ પણ વાંચો:
- કઠલાલમાં નનામી ચિઠ્ઠી લખી ખંડણી માંગવાના કિસ્સા, GRD જવાન પર લાગ્યો કારસ્તાનનો આરોપ - Kheda Crime
- સુરતમાં શ્વાનનો આતંક!, 5 વર્ષીય બાળક પર પાલતુ શ્વાને કર્યો હુમલો - pet dog attacked in surat