ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રીય સહકારિતા સંમેલન (ETV Bharat Reporter) ગાંધીનગર :102 માં ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે આગામી 6 જુલાઈના રોજ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે.
આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ :આ કાર્યક્રમ અંગે ઇફ્ફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, સહકારથી સમૃદ્ધિ તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ત્રણ વર્ષ પહેલા દેશમાં પ્રથમવાર અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રથમવાર ગુજરાતમાં આયોજન :દેશમાં સહકારિતા મંત્રાલયના સફળતાપૂર્વક ત્રણ વર્ષ નિમિત્તે ગુજરાતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સહકાર કાર્યક્રમની ઉજવણી કરાશે. અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સહકારિતામાં એકરૂપતા લાવીને એકસમાન કામ કરવાના હેતુથી વિવિધ 17 ભાષાઓમાં મોડેલ બાય લોઝ તૈયાર કરવામાં આવ્યા છે. જેનો તમામ રાજ્યોએ સહર્ષ સ્વીકાર કર્યો છે.
રોજગારીની નવી તક મળશે :દેશના તમામ રાજ્યો સહકારિતા ક્ષેત્રમાં નવા નવા આયામો શરૂ કરવામાં આવ્યા છે. આજે સહકારિતાના અનેક ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે દેશના યુવાનો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે. આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજે 5,000 થી વધુ પ્રાઈમરી-એપેક્ષ બોડીના સભ્યો, 200થી વધુ રાષ્ટ્રીય કક્ષાના સહકાર પ્રતિનિધિઓ, દૂધ મંડળીઓ-સંઘો, સહકારી બેંકો, APMC સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનો, આગેવાનો અને સભાસદો સહભાગી થશે.
- ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થા તૈયારીઓને આખરી ઓપ
- જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની લીધી મુલાકાત