જુનાગઢ: ભારત આઝાદ થયું તેને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના નાના એવા નતાડીયા ગામમાં આજે પણ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કચેરી દ્વારા ગામને એસટી બસ સેવાથી વંચિત રાખવામાં આવી રહી છે. જેને કારણે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાછલા ઘણા વર્ષોથી ગામ લોકો દ્વારા ગામને એસટી સેવાથી જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ નિગમે ગામને એસટી બસ સેવાથી જોડવામાં આવશે તેવું વચન આપીને પરિપત્ર પણ કર્યો હતો, તેમ છતાં આજે પણ હજુ ગામમાં એસટી સેવા શરૂ થઈ નથી.
લ્યો બોલો...આઝાદીના 75 વર્ષ બાદ પણ એસટી સેવા માટે જંખતું આ ગામ - village yearn for ST services - VILLAGE YEARN FOR ST SERVICES
જુનાગઢ મેંદરડા તાલુકાનું નતાડીયા ગામ આઝાદી બાદ આજે 75 વર્ષ પછી પણ પ્રાથમિક કહી શકાય તેવી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર બસની સેવાથી વંચિત જોવા મળે છે. ત્યારે આજે ગામના સરપંચ દ્વારા એસટી નિગમના અધિકારીને એસટી નિગમ દ્વારા જાહેર કરાયેલા રૂટ પર નતાડીયા ગામનો સમાવેશ કરીને ગામને એસટી સેવા સાથે સાંકળવાની રજૂઆત કરી છે, અન્યથા સમગ્ર ગામ લોકો માર્ગ વાહન વ્યવહાર નિગમની કચેરી સામે આંદોલન પર ઉતરી જશે તેવી ચિમકી ઉચ્ચારી છે. જાણો સંપૂન બાબત. village yearn for ST services
Published : Aug 8, 2024, 4:36 PM IST
ત્રણ મહિના પહેલા કરાયો પરિપત્ર:રાજ્યના એસટી વિભાગ દ્વારા ત્રણ મહિના પૂર્વે જુનાગઢથી મેંદરડા વચ્ચે ચાલતી એસટી બસ સેવામાં નતાડીયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં હજુ પણ ગામના સીમાડે બસ જોવા મળતી નથી. ગામમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓ કોલેજ અને માધ્યમિક શાળાનું શિક્ષણ મેળવી રહ્યા છે. આ બાળકોના વાલીઓએ તેમના સંતાનોને શાળાના સમય કરતા એક કલાક પૂર્વે નતાડીયા ગામથી નજીક આવેલા નાની ખોડીયાર ગામ સુધી મૂકવા જવું પડે છે. જેને કારણે શાળાના બાળકોનો અભ્યાસ બગડવાની સાથે ગામ લોકોને વાહન વ્યવહાર નિગમની સરકારી સુવિધાથી પણ વંચિત રહેવું પડે છે. આવી પરિસ્થિતિમાં ગામના સરપંચે આજે એસ.ટી નિગમને વિનંતી સાથે રજૂઆત કરી છે. આગામી દિવસોમાં જો ગામમાં એસટી બસ સેવા શરૂ નહીં થાય તો સમગ્ર ગામ એસટી નિગમની કચેરી જુનાગઢ ખાતે આંદોલન પર ઉતરી જશે.