ખેડા :નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. દેવ દિવાળી પર્વ પર મંદિર હજારો દિવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. દીવડાંઓથી મંદિર ઝગમગી ઉઠતા દિવ્ય નજારો જોવા મળ્યો હતો, જેને નિહાળવા તેમજ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટ્યા હતા.
સંતરામ મંદિર ઝળહળી ઉઠ્યું :દેવ દિવાળીએ સંધ્યા સમયે મંદિરના શિખરથી લઈને સમગ્ર પરિસરમાં હજારોની સંખ્યામાં દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. તેની રોશનીથી મંદિર દીપી ઉઠતાં દિવ્ય અલૌકિક નજારો જોવા મળ્યો હતો. ભવ્ય આતશબાજી સાથે આ અલૌકિક નજારો જોવા મોટી સંખ્યામાં ભાવિકો મંદિરમાં ઉમટી પડ્યા હતા.
નડિયાદ સંતરામ મંદિર ઝળહળી ઉઠ્યું (ETV Bharat Gujarat) જ્યોત સ્વરૂપે બીરાજમાન સંતરામ મહારાજ :શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે અહીં બિરાજે છે. 195 વર્ષ પહેલા સંતરામ મહારાજે સમાધિ લીધી, ત્યારે તેમની ઉર્જાથી અહીં દીવા પ્રગટ્યા હતા. જેને લઈ વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે મંદિરમાં દેવ દિવાળીએ ઘી અને તેલના હજારો દીવા કરીને મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવે છે.
અખંડ જ્યોત દર્શન અને પાદુકા પૂજન :દેવ દિવાળી નિમિત્તે મંદિરમાં વહેલી સવારે અખંડ જ્યોતના દર્શન તેમજ પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે મહારાજની આજ્ઞાથી મંદિરના ખૂણે ખૂણે દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. સાથે જ સમગ્ર મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
દીવડા પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી (ETV Bharat Gujarat) સંતરામ મહારાજની સમાધિ :મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજે જણાવ્યું હતું કે, મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ અસંખ્ય દીવડા પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી થાય છે. સંતરામ મહારાજ આપણી વચ્ચે જ્યોત સ્વરૂપે બિરાજે છે. 195 વર્ષ પહેલા સંતરામ મહારાજશ્રીએ સમાધિ લીધી હતી, ત્યારે તેમની ચેતનાથી જ્યોત પ્રગટી હતી.
- દેવ દિવાળી નિમિતે ઠાકોરજીએ રત્નજડિત મુગટ ધારણ કર્યો
- મા અંબાના આંગણે કિંજલ દવેએ કહ્યું "હું સૌભાગ્યશાળી છું"