કચ્છના જખૌ કોસ્ટલ વિસ્તારમાં BSF જવાનોએ રક્ષાબંધનની કરી ઉજવણી (Etv Bharat gujarat) કચ્છ:આજે રક્ષાબંધનનું પાવન પર્વ છે, ત્યારે સાંસદ વિનોદ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે રક્ષા બંધન પર્વની ઉજવણી કરી હતી. તેની સાથે જ કચ્છ જીલ્લા ભાજપની બહેનો, વિધાર્થિનીઓ,વિવિધ સંસ્થાની બહેનોએ BSFના જવાનોએ રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. અબડાસા તાલુકાના જખૌના કોસ્ટલ વિસ્તારમાં તૈનાત 153 જેટલા BSFના જવાનો સાથે સાંસદે ઉજવણી કરી હતી. વતનથી દૂર રહેતા જવાનોની સેવા અને સુરક્ષાને બિરદાવી રક્ષાસુત્ર બાંધીને ઉજવણી કરાઇ હતી.
કચ્છના જખૌ કોસ્ટલ વિસ્તારમાં BSF જવાનોએ રક્ષાબંધનની કરી ઉજવણી (Etv Bharat gujarat) જવાનોને બાંધી રાખડી:કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સરહદના જવાનો સાથે અબડાસા તાલુકાનાં જખૌ કોસ્ટલ એરિયામાં અબડાસા ભાજપા મંડલ, કચ્છ જીલ્લા ભાજપની બહેનો, કચ્છ યુવક સંઘ સંચાલિત બી.બી.એમ. હાઈસ્કુલ બીદડાની વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને નલિયા વિસ્તારની બહેનો સાથે જઇ રક્ષાબંધન ત્યોહારની ઉજવણી કરી હતી.
ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક રક્ષાબંધન: આપણો દેશ ભારત તહેવારોનો દેશ છે. દેશમાં ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિકનું તહેવાર એટલે કે રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશિષ આપે છે. ત્યારે ભાઈ તેની બહેનના દુ:ખમાં સહભાગી થવાનો વચન આપે છે.
સેવા અને સુરક્ષાને બિરદાવીને ઉજવણી:સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતુ કે, આજના પવિત્ર દિવસને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. માછીમારો દરિયાદેવની પુજા કરે છે. આપણી અને આપણા માં ભોમની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઇ છે. રક્ષાબંધનમાં પોતાના વતનથી દૂર, કચ્છના સૂકા રણપ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહેતા જવાનોના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઈ તેમના ખમીર - સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષાસુત્ર બાંધી તેમને આશિષ પાઠવવામાં આવે છે.
153 બટાલિયન જવાનો સાથે ઉજવણી:જખૌ કોસ્ટલ એરિયાના 153 બટાલિયન જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. BSF હેડ કમાન્ડન્ડ મનીષ નેગી, ડેપ્યુટી કમાન્ડન્ડ રાજકુમાર શર્મા, સિકંદર ફિરોદી સહિત દરેક જવાનોને મીઠાઈનું બોક્સ અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું.
- 'યે રાખી બંધન હૈ ઐસા', ભાજપની મહિલા કાર્યકરોએ CM ભુપેન્દ્ર પટેલને બાંધી રાખડી - Raksha bandhan 2024
- સરહદો વચ્ચે સંકળાયેલું સ્નેહનું બંધન, બનાસકાંઠાની બહેનો પાકિસ્તાનમાં વસતા ભાઈઓને આ રીતે બાંધે છે રાખડી - Raksha bandhan 2024