વલસાડ: હાલમાં જ વલસાડ જિલ્લાના મોતીવાડામાં બનેલી દુષ્કર્મ અને હત્યાના કેસે ભારે ચકચાર જગાવી હતી. સતત દસ દિવસ સુધી પોલીસની ટીમે પાંચથી વધુ રાજ્યની પોલીસ સાથે સંપર્ક કરી આકાશ પાતાળ એક કર્યા બાદ આખરે સીરીયલ કિલર આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સાયકીક આરોપી એવા પ્રકારની માનસિકતા ધરાવતો હતો, કે કોઈપણ સામેવાળું વ્યક્તિ કોઈપણ બાબતે તેને ના પાડે તો તેની હત્યા કરી દેતો હતો. એટલે કે સામાન્ય બીડી પીવાની પણ કોઈ ના પાડે તો સામેવાળાને તે ગળું દબાવી દેતો હતો. 2000 જેટલા સીસીટીવી અને 20 જેટલા રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કર્યા બાદ પોલીસે આરોપીને દબોચી લીધો અને એણે જે ખુલાસા કર્યા તે ખૂબ ચૌકાવાના હતા.
આરોપી એક જાટકે 15 રોટલી આરોગતો: આ આરોપી વ્યક્તિને એકલે હાથે હંફાવી શકે એટલી હદે મજબૂતાઇ ધરાવતો હતો. સમાન્ય વ્યક્તિ અને મહિલાઓને તો એક હાથે જ પહોંચી વળે એમ જણાઈ આવતું હતું. એક ટંક ભોજનમાં એકી બેઠકમાં 15 રોટલી આરોગી જતો હતો એટલે કે ભોજન પણ વધુ પ્રમાણમાં લઈ શકે એવી ક્ષમતા ધરાવતો હતો.
મોતીવાડા દુષ્કર્મ હત્યા કેસનો આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસે પુરાવા એકત્ર કર્યા (Etv bharat Gujarat) જો તે પકડાયો ન હોત તો વધુ હત્યા કરી હોત: વિચિત્ર માનસિકતા ધરાવતો આ આરોપી પાછલા 25 દિવસમાં 5 રાજ્યોમાં કુલ 6 જેટલી હત્યા કરી અને એ પણ ઠંડા કલેજે સાથે મહિલાઓને મોતને ઘાટ ઉતરી દુષ્કર્મ આચરતો હતો. ત્યારે જો હજુ પણ તે વલસાડ પોલીસને હાથે પકડાયો ના હોત તો સમાજ માટે ઉપરોક્ત આરોપી અન્ય બીજા લોકોની પણ હત્યા કરી ચૂક્યો હોત! પરંતુ પોલીસને હાથે પકડાઈ જતા અનેક ગુનાઓ થતા અટકી શક્યા છે.
મોતીવાડા દુષ્કર્મ હત્યા કેસનો આરોપી (Etv bharat Gujarat) કડકમાં કડક સજા થાય તે માટે પોલીસે પુરાવા એકત્ર કર્યા:પારડી પોલીસમાં મોતીવાડા 19 વર્ષીય કોલેજીયન યુવતીના હત્યા અને દુષ્કર્મો મામલે પોલીસે એસઆઇટીની ટીમ બનાવી હતી. આ ટીમ દ્વારા આ સમગ્ર હત્યા પ્રકરણમાં સાયન્ટિફિક પુરાવાઓ, સીસીટીવી કેમેરાઓ તેમજ ઓળખ પરેડમાં અનેક શાહેદો સાથે ચોક્કસ પુરાવાઓ તૈયાર કર્યા છે. જે આગામી દિવસમાં કોર્ટમાં રજૂ કરાશે. જેથી કરીને સમાજ માટે ખૂબ જોખમી કહી શકાય એવા આરોપીને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા સુધી પહોંચાડી શકાય તે માટેની પોલીસે તૈયારી કરી લીધી છે. તમામ પુરાવા કોર્ટમાં રજુ કરી દેવાશે.
આ પણ વાંચો:
- સાસુની હત્યાનો આરોપી જમાઈ ઝડપાયો: 200 પોલીસ કર્મી અને 14 અલગ અલગ ટીમોએ કર્યો હત્યાનો પર્દાફાશ
- લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ: અમરેલી, જુનાગઢ, આણંદમાં તરખાટ, 1 ઝડપાયો, ત્રણ ફરાર