ભાવનગર : ભાવનગર ખાતે પ્રથમ મધર મિલ્ક બેંકનું સ્થાપના રોટરી ક્લબ દ્વારા કરવામાં આવી છે. ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રોટરી ક્લબ દ્વારા રોટરી અમૃતાલય અંતર્ગત રોટરી મધર મિલ્ક બેંકની સ્થાપના કરવામાં આવી છે. વર્ષો જૂની ધાત્રી માતાની પરંપરાને પુનર્જીવિત કરીને રોટરી ક્લબ દ્વારા પ્રથમ નવતર પ્રયોગનો પ્રારંભ કરાયો છે. આધુનિક ટેકનોલોજીની મારફતે ધાત્રી માતાના દૂધને અન્ય બાળકોના જીવનને તંદુરસ્ત બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
રોટરી કલબ દ્વારા ભાવનગરમાં મધર મિલ્ક બેંક પાનવાડીમાં બની મધર મિલ્ક બેન્ક :ભાવનગર શહેરના પાનવાડી સર્કલ નજીક આવેલા ઘેવરીયા હોસ્પિટલમાં રોટરી ક્લબ દ્વારા રોટરી અમૃતાલય અંતર્ગત મધર મિલ્ક બેંકની સ્થાપના કરવામાં આવી છે. મધર મિલ્ક બેંકની સ્થાપના ભાવનગર સ્ટેટના મહારાણી સંયુક્ત કુમારી દેવીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક તબીબોએ પણ હાજરી આપી હતી. ત્યારે રોટરી અમૃતાલયના સંચાલક જીતેન શાહે જણાવ્યું હતું કે અમે ભાવનગરમાં છેલ્લા 80 વર્ષોથી અનેક સેવાકીય કાર્યો કરતા આવીએ છીએ અને નવા નવા પ્રોજેક્ટ અમલમાં મૂકી રહ્યા છીએ. હાલમાં જ રોટરી ક્લબ ભાવનગરએ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ એવું રોટરી અમૃતાલય મધર્સ મિલ્ક બેંકની શરૂઆત કરી છે.
મધર મિલ્ક બેંકની સ્થપનાનું કારણ શું : ભાવનગર રોટરી અમૃતાલયના સંચાલક જીતેન શાહે જણાવ્યું હતું કે હાલના તબક્કામાં વિષમ પરિસ્થિતિને કારણે એક અથવા બીજા તબક્કાને લીધે આઈવીએફ ટેકનોલોજી અથવા તો પ્રીમેચ્યોર ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે અને ઘણી સમસ્યાઓને કારણે માતાઓને પૂરતું ધાવણ આવતું નથી અને બાળકોને મળતું નથી.જેથી કરીને બાળકોને એનઆઇસીયુમાં રાખવા પડતા હોય છે. જ્યાં તેમને માતાના ધાવણના બદલે પાવડર કોન્સન્ટ્રેટેડ દૂધ આપવામાં આવે છે જે એના સર્વાંગી વિકાસ માટે અનુરૂપ નથી.
બાળકનો સર્વાંગી વિકાસ જરુરી : જીતેન શાહે જણાવ્યું કે ડબલ્યુએચઓ અને વર્લ્ડ વૈશ્વિક સંસ્થાએ પણ કીધેલું છે કે બાળકના સર્વાંગી વિકાસ માટે માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ છે અને એની અવેજીમાં જે દૂધ આપવામાં આવે છે તેનાથી ઘણા બધા કોમ્પ્લિકેશન થતા હોય છે. આ કોમ્પ્લિકેશનથી બચવા માટે અને ઘણી બધી અલગ અલગ જગ્યાએ અમે લોકોએ સર્વે કર્યો અને ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકને માટે માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ છે. અગાઉના સમયમાં ખાતરી ધાત્રી માતાનો કન્સેપ્ટ હતો. જે અત્યારે નાના નાના કુટુંબો થતા ગાયબ થઈ ગયો છે. તો અમે આ પ્રોજેક્ટમાં લાવી જે ધાત્રી માતા છે એમની પાસેથી દૂધ ભેગું કરીએ છીએ અને તે દૂધ સાયન્ટિફિક રીતે સ્ટોર કરીએ છીએ. એ સ્ટોર કરેલું દૂધ આવા જરૂરિયાતમંદવાળા બાળકોને આપીએ છીએ.
ભાવનગરમાં કેટલી ધાત્રી માતા અને ફાયદો શું : ભાવનગર રોટરી અમૃતાલયના સંચાલક જીતેન શાહે જણાવ્યું કે હાલમાં ભાવનગરમાં કદાચ જોવા જઈએ તો 100 કરતાં વધારે એનઆઇસીઓના બેડ છે. જેમાં ઘણાં કહેતા હોય છે જો આવા બાળકોને માતાનું દૂધ મળે તો તેઓ ઝડપથી સાજા થાય છે. એનો સર્વાંગી વિકાસ થાય છે અને એમની માટે ઘણુ ઉપયોગી છે. આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને અમે આ મધર્સ મિલ્ક બેંક શરૂ કરી છે. કોઈપણ હોસ્પિટલ અથવા NICO સાથે સંકળાયેલી ન હોય તેવી આ એશિયાની સૌપ્રથમ મધર્સ મિલ્ક બેંક છે અને રોટરી ક્લબ ભાવનગર આ ચલાવી રહી છે. આ સમગ્ર જે વ્યવસ્થા છે તેમાં અમે તદ્દન ફ્રી એટલે કે કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર આ મધર્સ મિલ્ક બેંક ચલાવીએ છીએ.
- વર્લ્ડ મધર્સ ડે : નવી સિવિલની હ્યુમન મિલ્ક બેન્કમાં દુધનું દાન કરી 4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની
- માતાના દૂધથી વંચિત બાળકો માટે માનવ દૂધ બેન્કો શ્રેષ્ઠ અવેજી