બનાસકાંઠા:ભારત માલા રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ભારતમાલા રોડનું ઓપનિંગ હજુ થયું નથી, તે પહેલા કેટલાય અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. સરહદી પંથકમાં નવા વર્ષની શરૂઆતમાં જ અકસ્માતના સમાચાર આવ્યા, જેમાં બે કરતા વધુ લોકોના મોત થયા અને 25 લોકો ઘાયલ થયા છે.
આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે. ભારત માલા હાઇવેના છે, જ્યાં મોડી રાત્રે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. સુઈગામના સોનેથ નજીક અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં રાજસ્થાનથી રાજકોટ બસને અકસ્માત નડ્યો હતો.હાલ ભારત માલા રોડ પર વાહનોની અવર જ્વર પર પ્રતિબંધ હોવા છતાં પણ વાહનો કરી રહ્યા છે.