ઋષિકુમારોએ મંત્રોત્સવ કાર્યક્રમ થકી માઇભક્તોને દિવ્યતાઓ અનુભવ કરાવ્યો અંબાજી:રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે તા. 12થી 16 ફેબ્રુઆરી-2024 દરમિયાન આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં પરિક્રમા મહોત્સવ દરમિયાન ભાવી ભક્તોએ પરિક્રમા કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
સંસ્કૃત પાઠશાળાના 300 કરતાં વધુ ઋષિકુમારો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટીદાર સિદ્ધિ વર્માએ મંત્રોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ ઋષિકુમારોને આવકારી 51 શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. મંત્રોત્સવ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્કૃત પાઠશાળાના 300 કરતાં વધુ ઋષિકુમારોએ ભાગ લીધો હતો અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા 51 શક્તિપીઠ પ્રાંગણમાં દિવ્ય અનુભતિનો અહેસાસ માઈભક્તોને કરાવ્યો હતો. સાથે જ પરિક્રમા મહોત્સવના પાંચ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા વિવિધ યાત્રાઓ યોજાઇ હતી ગુજરાત ભરમાંથી વિવિધ શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા પણ આવી પહોંચ્યા હતા.
મંત્રોત્સવ કાર્યક્રમ થકી માઇ ભક્તોને દિવ્યતાઓ અનુભવ કરાવ્યો પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ પર ડ્રોન મારફતે પુષ્પો વર્ષા કરાઈ
આ પ્રસંગે શક્તિપીઠ પરિક્રમામાં સહભાગી બની રહેલા ભાવિક શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતાં સમગ્ર પરિસર ધર્મમય માહોલમાં એકાકાર બની જય અંબેના જય નાદથી ગુંજી ઉઠ્યું હતું. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ના અંતિમ દિવસે સાંજે મંત્રાક્ષરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનનાર સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવશે.
પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે ભક્તોની ભારે ભીડ
રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવ માં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટયો હતો અને શ્રદ્ધાળુઓએ પરિક્રમા પથ પર પ્રયાણ કરી હર્ષ અને આનંદની અનુભૂતિ સાથે ધાર્મિક જાત્રાનો લ્હાવો લીધો હતો. માં મહોત્સવના અંતિમ દિવસે ગબ્બરને જોડતા માર્ગો પર ભક્તોની ભીડની સાથે જય જય અંબેનો જય ગોષ ગુંજી ઉઠ્યો હતો.
તારીખ 15 મી ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવમાં 9 લાખ જેટલા ભક્તોએ પરિક્રમા કરી
રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પાંચ દિવસ પરિવહન, ભોજન, અને વિસામો સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેના લીધે ગુજરાતના ખૂણે ખૂણેથી 12થી 15 ફેબ્રુઆરી સુધીમાં 9 લાખ જેટલા ભાવિક શ્રદ્ધાળુઓ આ અવસરમાં સહભાગી બની ધન્ય બન્યા હતા. બાંગ્લા દિવસે પરિક્રમા મહોત્સવમાં દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અને દરરોજ વિવિધ વિસ્તારોમાંથી ભાવિક ભક્તો પરિક્રમા કરવા આવી પહોંચ્યા હતા ચોક્કસથી કહી શકાય કે 15 ફેબ્રુઆરી સુધી 9 લાખ ઉપરાંત ભક્તો પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી.
પુષ્પ વર્ષા દરમિયાન આલ્હાદક નજારો સર્જાયો
અંબાજી નજીક ગબ્બર ખાતે ચાલી રહેલ પરિક્રમા મહોત્સવ કે જે આ પરિક્રમા મહોત્સવ પાંચ દિવસ સુધી ચાલ્યો હતો અને આ પરીક્ષામાં મહોત્સવના અંતિમ દિવસે ભક્તો પર ડ્રોન મારફતે પુષ્પવર્ષા કરવામાં આવી હતી પુષ્પ વર્ષા કરાતી વેળાએ આલ્હાદક નજારો સર્જાયો હતો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તો પર પુષ્પ વર્ષા કરાતા નજારો જોઈ ભક્તોમાં પણ આનંદ અને ખુશીની લાગણી જોવા મળી રહી હતી.
- Ambaji 51 Shaktipith Parikrama: પરિક્રમાના અંતિમ દિવસે તંત્રની ઢીલી નીતિ જોવા મળી, મોતની મુસાફરીના દ્રશ્યો કેમેરામાં કેદ
- Ambaji Shaktipeeth Parikrama : માઁ અંબાના સાનિધ્યમાં ગુજરાત સરકાર, 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ભવ્ય ઉજવણી