મોરબી :વાંકાનેરમાં ખાણના સંચાલકો વચ્ચે ચાલતા મનદુઃખમાં એક યુવાનની આઠ જેટલા શખ્સોએ હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જેમાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
વાંકાનેરમાં યુવકની હત્યાનો મામલો, ત્રણ આરોપી ઝડપાયા - MORBI CRIME
મોરબી જિલ્લાના વાંકાનેરમાં એક યુવકની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધી હતી. આ મામલે પોલીસે કુલ આઠ આરોપીમાંથી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.
Published : Oct 25, 2024, 10:01 AM IST
વાંકાનેરમાં હત્યાનો બનાવ :બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરના કુવાડવા ખોડીયાર પાર્કમાં રહેતા કરશનભાઈ નગાભાઈ કરમુરે આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો કારાવદરા, જયમલ કારાવદરા, ભરત ઓડેદરા, રામભાઈ મેર બોખીરા, તેમજ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, ગત 21 ઓક્ટોબરના રોજ આરોપીઓએ ખાણ બાબતે ચાલતા મનદુઃખમાં ફરિયાદીના ભાઈ સામતભાઈને રમેશભાઈ ચનાભાઈ સાથે ઝઘડો કર્યો હતો.
ત્રણ આરોપી ઝડપાયા :બાદમાં બે કારમાં આવી હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાસી ગયા હતા. વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સહિતના આઠ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જે હત્યાના ગુનામાં પોલીસે આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, વેજો હોથીભાઈ કારાવદરા અને ભરત ભીમાભાઈ મેરને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.