મોરબી:મોરબી (Morbi) ના ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીના પાણીમાં ડૂબી જતા માતા-પુત્રીના મોત નીપજ્યા છે. ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીમાં ડૂબી જતા 20 વર્ષીય માતા અને 7 માસની પુત્રીનું મોત થતા પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. મોરબી ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.
મોરબીમાં બે દુખદ ઘટનાઓ (Etv Bharat Gujarat) બાળકી સૌચ ક્રિયા કરી હોય જેથી માતા પુત્રીને લઈને તલાવડી પાસે ગઈ હતી
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીમાં માતા અને પુત્રી ડૂબ્યા હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે માતા તથા દીકરીની શોધખોળ ચલાવી હતી. જોકે ફાયર ટીમને માતા અને પુત્રીના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ફાયર ટીમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિલાસબેન કલ્પેશભાઈ ડામોર (ઉ.વ. 20) અને તેની દીકરી શરીના (ઉ.વ. 7 માસ) એમ બંનેના પાણીમાં ડૂબી જતા મોત થયા હતા. ફાયર ટીમે બંને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બાળકી શૌચક્રિયા કરી હોય જેથી માતા ધોવા માટે લઇ ગઈ હતી અને પગ લપસી જતા બંને પાણીમાં ખાબકી હતી અને ડૂબી જતા મોત થયા હતા.
મોરબીના મચ્છુ 3 ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત, આપઘાતની આશંકા
બીજી બાજુ મચ્છુ 3 ડેમ (Machhu 3 dam)ના પાણીમાં ડૂબી જતા 36 વર્ષીય યુવાનનું મોત થયું છે. સ્થળ પરથી મૃતકનું બાઈક મળી આવતા આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મચ્છુ 3 ડેમમાંથી મૃતદેહ મળ્યો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જુના આરટીઓ પુલ પાસે મચ્છુ 3 ડેમમાં યુવાન પાણીમાં ડુબ્યાની માહિતી મળતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને યુવાનની શોધખોળ ચલાવી હતી. ફાયરની ટીમે 3 કલાકથી વધુ સમય શોધખોળ ચલાવ્યા બાદ આખરે યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. મૃતક કૈલા પરેશ અમૃતલાલ (રહે ભગવતી પાર્ક 1 વાવડી રોડ નંદનવન સોસાયટી પાછળ મોરબી) હોવાનું જાણવા મળ્યું છે. પુલ પરથી મૃતકનું બાઈક મળી આવ્યું છે. મૃતકે બ્રીજ પર બાઈક પાર્ક કરી ડેમમાં છલાંગ લગાવી હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે હાલ યુવાને આપઘાત કર્યો છે કે અકસ્માતે પડી ગયો તે સ્પષ્ટ થયું નથી. બનાવ મામલે પોલીસ ટીમે તપાસ ચલાવી છે.
- ડ્રાઈવરની રિલ્સના ચક્કરમાં અકસ્માત થયો: ત્રિશુળીયા ઘાટ પાસે બસ દૂર્ઘટનાના મુસાફરોનો આરોપ - bus accident at banashkantha
- આખરે નરાધમો ઝડપાયા, વડોદરાના ભાયલી ગેંગરેપની ઘટનામાં ત્રણ આરોપી પોલીસની પકડમાં