મોરબી :શહેરના શનાળા રોડ પર રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી છે. વૃદ્ધે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા મોરબીના 15 શખ્સો સામે ગુન્હો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે.
વ્યાજખોરોથી ત્રાસી વૃદ્ધે કરી આત્મહત્યા :બનાવની મળતી વિગત મુજબ મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની અને હાલમાં મોરબીના શનાળા રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા ફરિયાદી જ્યોતિબેન હરેશભાઈ સાયતાએ તેમના 52 વર્ષીય પતિ હરેશભાઈ કાંતીલાલ સાયતાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરીયાદી જણાવ્યું હતું જણાવ્યું કે, છેલ્લા 15 દિવસથી વ્યાજ નહીં ચૂકવી શકતા વ્યાજખોરો હેરાન કરતા હતા.
15 આરોપી વિરુદ્ધ ફરિયાદ :ફરીયાદીએ આ મામલે યશવંતસિંહ રાણા, રાજભા અંકુર સોસાયટી, ભીખાભાઈ ભોજાણી, નરેન્દ્રભાઈ ભોજાણી, યોગેશભાઈ મિસ્ત્રી, સવજીભાઈ ફેફરભાઈ પટેલ, વનરાજસિંહ, નવીન હિરાભાઈ, મહાવીરસિંહ, ભાવેશભાઈ કારીયા, સમીરભાઈ પંડયા, લલીત મીરાણી, ગીરીશભાઈ કોટેચા, જગાભાઈ ઠક્કર અને કલ્પેશ જગાભાઈ ઠકકર નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
4 શખ્સોને ઝડપાયા :આ અંગે મોરબી એ ડિવિઝન PSI પી. આર. સોનારા જણાવ્યું કે, પોલીસે ગુનો નોંધી 15 પૈકી 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં ભીખાભાઈ ઉર્ફે અમરત લાલજી ભોજાણી, નરેન્દ્ર લાલજી ભોજાણી, ગિરીશ છબીલ કોટેચા અને જગાભાઈ દેવરાજ ઠક્કર નામના શખ્સો છે. ઉપરાંત અન્ય લોકોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક કમિશન પર નાણાં લઈ અન્યોને વ્યાજે આપતા :મળતી માહિતી અનુસાર મોરબીમાં જમીન મકાનની સાથે વ્યાજનો કમિશનથી ધંધો કરતા હરેશભાઈ કાંતિલાલ સાયતાએ પોતે વ્યાજનો કમિશનથી ધંધો કરતા હતા. તેમણે અન્ય 26 લોકો પાસેથી 57 લાખ રૂપિયા લેવાના નીકળતા હોવાનું તેમજ આ લોકો પૈસા ન ચૂકવતા હોય 15 દિવસથી વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરોએ જીવવું હરામ કરી નાખ્યું હોવાથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.
- પાટણના યુવાને જીવન ટૂંકાવ્યું, સિદ્ધિ સરોવરમાં લગાવી છલાંગ
- નવસારીના ઉગત ગામે ફાર્મ હાઉસમાં મળ્યો મહિલાનો મૃતદેહ