બાલાસિનોર અને વીરપુર શહેરમાં વરસાદની શરૂઆત (ETV Bharat Gujarat) મહીસાગર: રાજ્યમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. અને છેલ્લા કેટલાક દિવસોથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પરંતુ હજુ જીલ્લાના અનેક તાલુકામાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ ક્યારે આવે તે હજુ કહી શકાય તેમ નથી.
મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાયા (ETV Bharat Gujarat) મહીસાગર જીલ્લામાં બાલાસિનોર અને વિરપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વિરપુરમાં ગઈ મોડી રાત્રિ દરમિયાન એક ઇન્ચ જેટલો વરસાદ વરસ્યો હતો. વિરપુરમાં એક ઇંચ વરસાદ પડતાં મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાયા હતા. માર્ગો ઉપર પાણી ભરાતા અને બિસ્માર માર્ગના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ તંત્રની કામગીરીની પોલ ખુલી થઈ હતી.
મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાયા (ETV Bharat Gujarat) ચારે બાજુ હરિયાળી જ હરિયાળી:મહિસાગર પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લામાં બાલાસિનોર વિરપુર વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો અનેક વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને લઈ આસપાસના ગામડાઓમાં વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. ચારે બાજુ હરિયાળી જ હરિયાળીના દ્રશ્યો જોવા મળ્યા હતા. બાલાસિનોર અને વીરપુર શહેર સહિતના ગામોમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મેઘમેહર થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.
ખેડૂતો ખુશખુશાલ: ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા વરસાદી વાતાવરણ અંગેની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી, ઉકડાટ અને બફારાથી લોકો પરેશાન હતા. મહીસાગર પંથકમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જેને લઇને ધરતી પુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. તો વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. આ વખતે સારા વરસાદથી સારી ઉપજ થવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે.
- ખેડામાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી, માતરમાં 4 ઇંચ અને મહેમદાવાદમાં 3 ઈંચ વરસાદ - rain in kheda
- રાજકોટ મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલતા મેઘરાજા, એક ઈંચ વરસાદ મવડી વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ - Rain in Rajkot