ગુજરાત

gujarat

મનમુકીને વરસો મેઘરાજા, સુરતના ઓલપાડ તાલુકામાં જોરદાર વરસાદી ઝાપટું - Rain falling in olpdad

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 10:39 AM IST

બુધવારે સવારથી ઓલપાડ તાલુકામાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. સાંજે ઓલપાડ તાલુકાના અમુક ગામડાઓમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. rain fall in olpad of surat

સુરતના ઓલપાડ તાલુકામાં જોરદાર વરસાદી ઝાપટું
સુરતના ઓલપાડ તાલુકામાં જોરદાર વરસાદી ઝાપટું (Etv Bharat Gujarat)

સુરતના ઓલપાડ તાલુકામાં જોરદાર વરસાદી ઝાપટું (Etv Bharat Gujarat)

સુરત:સમગ્ર ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ હજી સુધી ઘણા જિલ્લાઓમાં જોઈએ એવો વરસાદ પડ્યો નથી. દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી એ રીતે હજુ વરસાદ વરસ્યો નથી,ફરી એકવાર સતત બફારનું પ્રમાણ વધી રહ્યું છે.જેને લઇને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

ઓલપાડ તાલુકામાં જોરદાર વરસાદી ઝાપટું (Etv Bharat Gujarat)

જોકે, બુધવારે સવારથી ઓલપાડ તાલુકામાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. સાંજે ઓલપાડ તાલુકાના અમુક ગામડાઓમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું,વરસેલા વરસાદી ઝાપટા ને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી આંશિક રાહત થઈ હતી.

ઓલપાડ પંથકમાં મેઘરાજાનું આગમન (Etv Bharat Gujarat)

ખેડૂત અગ્રણી વિજય ભાઈએ જણાવ્યું હતું કે, હાલ પૂરજોશમાં ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે. સારો વરસાદ વરસે તેવી રાહ જોવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details