ગુજરાત

gujarat

ETV Bharat / state

VIDEO: 'એ રિશ્તા ક્યા કહેલાતા હૈ...' એક બીજાને ગળે મળીને ભેટતા કપિરાજોએ જગાવ્યું કુતૂહલ - MONKEY VIDEO

પ્રાણીઓ પ્રેમ, લાગણી અને હુંફને ઝંખતા હોય છે. જેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે જુનાગઢના કપિરાજોએ, વારંવાર ગળે મળીને ભેટતા બે કપિરાજોએ લોકોમાં કુતૂહલ સર્જ્યુ છે.

એક બીજાને ગળે મળીને ભેટતા કપિરાજોના વીડિયોએ જગાવ્યું કુતૂહલ
એક બીજાને ગળે મળીને ભેટતા કપિરાજોના વીડિયોએ જગાવ્યું કુતૂહલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2025, 8:06 PM IST

જુનાગઢ: ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે એક અદભુત વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે, બે કપિરાજ જાણે કે વર્ષો પછી મળ્યા હોય કે પછી કોઈ પરિવારના વિખુટા પડેલા સભ્ય ફરી મળ્યા હોય તેમ એક બીજાને ગળે મળીને ભેટતા જાણે કે ખુશી વ્યક્ત કરતા હોય તે પ્રકારનો વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ થયો છે.

આ પ્રકારની વન્ય જીવોની ગતિવિધિ ખૂબ જ રેરેસ્ટ ઓફ ધ રેર માનવામાં આવે છે, જેનું ફિલ્માંકન કરવામાં પણ ખૂબ મહેનત પડે છે, આવા દ્રશ્યો જોવા મળતા લોકોમાં પણ કુતૂહલ જાગ્યું છે.

એક બીજાને ગળે મળીને ભેટતા કપિરાજોનો પ્રેમ કેમેરામાં થયો કેદ (Etv Bharat Gujarat)

વન્યજીવ સૃષ્ટિની અદભુત ક્ષણ કેમેરામાં થયો કેદ

વન્યજીવ સૃષ્ટિની ખૂબ જ અદભુત કહી શકાય તેવી ક્ષણનો વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ થયો છે. આજે સોમવારની વહેલી સવારે ગિરનાર પર્વત પર કપિરાજોનું એક મોટું જૂથ જોવા મળ્યું હતું, જેમાં બે કપિરાજો એક બીજાને ગળે મળીને વારંવાર ભેટતા હોય તે પ્રકારનો વીડિયો કેમેરામાં કેદ થયો છે. આ પ્રકારે લાગણી વ્યક્ત કરતા પ્રાણીઓની આ ઘટના ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

એક બીજાને ગળે મળીને ભેટતા કપિરાજોનો પ્રેમ કેમેરામાં થયો કેદ (Etv Bharat Gujarat)

બંને કપિરાજો જાણે કે વર્ષો પછી મળ્યા હોય તે પ્રકારે ગળે મળીને વારંવાર ભેટી રહ્યાં છે. જાણે પરિવારનું કોઈ સભ્ય પરિવાર થી વિખુટુ પડ્યું હોય અને અચાનક વર્ષો બાદ પરિવારને મળી ગયું હોય તે પ્રકારના સાંકેતિક ઉદગારો પણ આ વીડિયો સાથે જોવા મળ્યા હતા. કોઈ શુભ પ્રસંગે કોઈ પણ વ્યક્તિ ગળે મળીને એક બીજાને શુભકામના આપે તે પ્રકારની ભાવના પણ આ વીડિયોમાં જોવા મળી હતી.

પ્રાણીઓ પણ પ્રેમ, લાગણી અને હુંફને ઝંખે છે (Etv Bharat Gujarat)

કપિરાજોએ લોકોમાં જગાવ્યું કુતૂહલ

કોઈ પણ વન્ય જીવ લાગણીથી જોડાયેલા હોય છે, જે રીતે આપણે લાગણી વ્યક્ત કરવા માટે જે ચેષ્ટાઓ કરતા હોઈએ છીએ બિલકુલ તેજ પ્રકારે વન્ય જીવ પણ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે ચેષ્ટાઓ કરતા હોય છે. જેને બિલકુલ સામાન્ય માનવામાં આવે છે પરંતુ આ પ્રકારે કોઈ વન્ય જીવ પોતાની લાગણી તેની જાતિના અન્ય જીવ સાથે વ્યક્ત કરતા હોય તેને કેમેરામાં કેદ કરવો ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે. વન્યજીવ આ પ્રકારની લાગણી ક્યારે વ્યક્ત કરશે તેને લઈને કોઈ કહી શકે તેમ નથી પરંતુ આજે વહેલી સવારે ગિરનાર પર્વત પર અચાનક બે કપિરાજો એકબીજાને ગળે મળીને પોતાની લાગણી વ્યક્ત કરતા મોબાઈલ કેમેરામાં કેદ થયા છે.

એક બીજાને ગળે મળીને ભેટતા કપિરાજ (Etv Bharat Gujarat)

બની શકે કે આ બંને કપિરાજો ભાઈ કે ભાઈ-બહેન અથવા ભાઈબંધ પણ હોઈ શકે, કે પછી પતિ-પત્ની પણ હોઈ શકે, પ્રેમી યુગલ પણ હોય શકે અથવા તો પરિવારમાંથી વિખુટું પડેલું કોઈ સભ્ય પણ હોય શકે, પરંતુ આ વીડિયોમાં જાણે કે, વર્ષો પછી પોતાના સ્નેહીજનને મળતા હોય તે રીતે કપિરાજનોની ચેષ્ટાએ લોકોને વિચારતા કરી દીધા છે.

  1. હવે ઝીબ્રા જોવા આફ્રિકા નહીં જવું પડે ! જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં "આફ્રિકન પ્લેન ઝીબ્રા"નું આગમન
  2. ગીર પંથકમાં આતંક મચાવનાર ત્રણ દીપડા અંતે પાંજરે પુરાયા, લોકોએ હાલ પુરતો લીધો રાહતનો શ્વાસ

ABOUT THE AUTHOR

...view details