ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢના બે મનો દિવ્યાંગ ધોરણ 12માં ઉતીર્ણ થયા, જાણો કેવી હતી તેમની પરીક્ષાની તૈયારી - Mentally challenged passed 12th - MENTALLY CHALLENGED PASSED 12TH

મન હોય તો માળવે જવાયની કહેવતને વાસ્તવિકતામાં ફેરવતા જૂનાગઢના બે મનો દિવ્યાંગ બાળકોએ ધોરણ 12ની પરીક્ષામાં અદભૂત પ્રદર્શન કર્યું. તેમનો જુસ્સો તેમજ ભીક દૂર કરવા તેમને તાલીમ આપવામાં આવી હતી. કેવી હતી એ તાલીમ સંપૂર્ણ વિગત માટે વાંચો આ અહેવાલ. Mentally challenged passed 12th

બાળકોનો પ્રોગ્રેસિવ ડિ સેન્સીટાઈઝેશનની થેરાપી દ્વારા પરીક્ષાનો ભય દૂર કરવામાં આવ્યો
બાળકોનો પ્રોગ્રેસિવ ડિ સેન્સીટાઈઝેશનની થેરાપી દ્વારા પરીક્ષાનો ભય દૂર કરવામાં આવ્યો (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 5:08 PM IST

જુનાગઢ:મન હોય તો માળવે જવાય આ કહેવત માત્ર કહેવત ન રહેતા વાસ્તવિકતામાં ફેરવાઇ છે અને આ કહેવતને ફેરવનાર જૂનાગઢના બે મનો દિવ્યાંગ વત્સલ અને અબ્દુલ છે. માનસિક રીતે અસ્વસ્થ આ બંને બાળકો તાજેતરમાં જ ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. અને તેમણે સાબિત કરી બતાવ્યું છે કે, મનો દિવ્યાંગ બાળકો પ્રતિભામાં જરા પણ ઉણા ઉતરે તેમ નથી. આશાદીપ ફાઉન્ડેશનમાંથી તાલીમ લઈને આ બંને બાળકો આજે ધોરણ 12ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે.

જુનાગઢના બે મનો દિવ્યાંગ ધોરણ 12માં ઉતીર્ણ થયા, જાણો કેવી હતી તેમની પરીક્ષાની તૈયારી (etv bharat gujarat)

કહેવતને સાર્થક કરતો દેખાવ:જુનાગઢના આ બંને બાળકોએ આજે બધાને આશ્ચર્ય ચકિત કરી દિધા છે. વત્સલ અને અબ્દુલે શિક્ષણ બોર્ડના નિયમ પ્રમાણે રાઈટરની મદદથી ધોરણ 12ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. અને સમગ્ર સંસ્થા તેમજ જુનાગઢ તરફથી તેમને અભિનંદન પાઠવવામા આવી રહ્યા છે.

મન હોય તો માળવે જવાયની કહેવતને વાસ્તવિકતામાં ફેરવતા જૂનાગઢના બે મનો દિવ્યાંગ બાળકો (etv bharat gujarat)

મનો દિવ્યાગ વ્યક્તિને મગજની તાલીમ: આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટમાં જે મનો દિવ્યાગ બાળકોને પુનવસન અને સાઇકો થેરાપીની આપીને તેમણે ભવિષ્ય માટે તૈયાર કરે છે. તેમજ મદદથી સમાજની રેસમાં થોડા પાછળ પડી ગયેલા બાળકોને સમાજ જીવનમાં ફરી જોડવાનું કામ કરી રહ્યા છે. જેમાં તેઓ મનો દિવ્યાગ વ્યક્તિને મગજને લગતી તાલીમ આપે છે. આ તાલીમ દરમિયાન તેઓ કેટલીક ચીજો બનવાનું શીખવાડે છે. અને તેઓ પોતાના પગે ઉભા રહીને પરિવારને આર્થિક ઉપયોગી બની શકે તે માટે સધ્ધર થવામાં મદદ કરે છે.

આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટમાં જે મનો દિવ્યાગ બાળકોને પુનવસન અને સાઇકો થેરાપીની આપીને તેમણે ભવિષ્ય માટે તૈયાર કરે છે (etv bharat gujarat)

થેરાપી દ્વારા પરીક્ષાનો ભય દૂર કર્યો: વત્સલ અને અબ્દુલે પણ આજ ટ્રસ્ટમાંથી તાલીમ મેળવી હતી. પરીક્ષા પૂર્વે વત્સલ અને અબ્દુલ ને પરીક્ષાનો ડર હતો, જેમાં અબ્દુલ પરીક્ષાથી ખૂબ જ ડરી ગયો હતો. પરંતુ આ બંને માનસિક રીતે દિવ્યાંગ બાળકોનો પ્રોગ્રેસિવ ડિ સેન્સીટાઈઝેશનની થેરાપી દ્વારા પરીક્ષાનો ભય દૂર કરવામાં આવ્યો હતો. કરીને પરીક્ષાનું વાતાવરણ તાલીમ દરમિયાન ઊભું કરીને આ બંને તાલીમાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરાયા હતા.

જુનાગઢના બે મનો દિવ્યાંગ ધોરણ 12માં ઉતીર્ણ થયા, જાણો કેવી હતી તેમની પરીક્ષાની તૈયારી (etv bharat gujarat)

દેખાવ બદલ અભિનંદન: તાલીમ દરમિયાન પરીક્ષાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને બંને તાલીમાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરાયા હતા. જેમાં સાઈકાટ્રિક બિહેવીયર ટેકનીકનો ઉપયોગ કરીને પણ માનસિક રીતે દિવ્યાંગ અબ્દુલ અને વત્સલને ખાસ તૈયારી સાથે ધોરણ 12ની પરીક્ષા માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં આ બંને વિદ્યાર્થીઓ અદભૂત દેખાવ કર્યો હતો. આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનના પ્રમુખ ડો. બકુલ બુચે બંને વિદ્યાર્થીઓને તેમના અદભૂત દેખાવ બદલ અભિનંદન આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details